અમદાવાદઃ મંદિરની બહાર ગાયના વાછરડાના ટુકડા મળતા ઈસનપુરમાં બંધનું એલાન

PC: khabarchhe.com

શ્રાવણ માંસના પવિત્ર તહેવારમાં જ અમદાવાદમાં મંદિરની બહાર ગૌવંશના ટૂકડા મળ્યા છે. આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગૌ વંશની કતલ કરીને કોઈ થેલામાં ભરીને મંદિર બહાર ફેંકી જતા લોકોની આરોપીઓને પકડવાની માંગ ઉઠી છે. આ મામલે ત્યાંના સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઈસનપુરમાં આ ઘટનાને જોતા ધીમે ઘીમે દુકાનો બંધ થઈ રહી છે.

આજે વહેલી સવારે અમદાવાદમાં ઈસનપુર વિસ્તારની અંદર ગોવિંદવાડી પાસે શંકર ભગવાનના મંદિર બહાર ગૌ વંશના ટૂકડા મળ્યા હતા. જે જોઈ સવારમાં મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે ભેગા થઈ ગયા હતા અને આ જોઈ લોકો ભડકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકના થેલામાં કાગળની અંદર વિંટેલી હાલતમાં ટૂકડાઓ રોડ પર જોવા મળતા લાગણી દુભાતા 24 કલાકમાં આ કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે.

રાત્રીના 3થી 5ના સમય દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અસામાજિક તત્વો ગાયોની ચોરી કરી કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. છતાંય આ બાબતે કોઈ ઠોસ પગલા નથી ભરવામાં આવી રહ્યા તેવું માલધારી પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈનું કહેવું છે. ઈસનપુરની આ ઘટનાને લઈને સવારથી જ અમદાવાદમાં લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp