સંસ્કારી નગરી વડોદરાના અમૂલ પાર્લરના ગોડાઉનમાંથી દારૂ અને બીયર પકડાયા

PC: Youtube.com

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવાથી બુટલેગરો દારૂના વેચાણ માટે અને સપ્લાય માટે નવા-નવા પેંતરાઓ અપનાવે છે. બુટલેગરો ઘણી વાર દારૂની સપ્લાય કરવા માટે દૂધના વાહનોનો ઉપયોગ કરે છે પરંતુ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં દૂધના પાર્લરમાંથી દારૂનો મોટો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વડોદરા પોલીસને માંજલપુર વિસ્તારમાં આવેલા એક દૂધના પાર્લરમાં દારુનું વેચાણ થતું હોવાનું બાતમી મળી હતી. આ બાતમીમાં આધારે પોલીસે માંજલપુર વિસ્તારમાં આવેલા અમૂલ દૂધ પાર્લર પર રેડ કરી હતી અને આ રેડ દરમિયાન પોલીસને દૂધ પાર્લરના ગોડાઉનમાં દૂધ કરતા દારુનો વધારે મુદ્દામાલ મળી આવ્યો હતો. ગોડાઉનમાં રાખવામાં આવેલા ચોકલેટના બોક્સમાં દારુની બોટલો રાખવામાં આવી હતી. જેથી કોઈને દારુનું વેચાણ થવાની ખબર ન પડે.

પોલીસે અમૂલના ગોડાઉનમાંથી દારૂ અને બીયરનો 62 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, આ મુદ્દામાલમાં 48 બીયરના ટીન અને 117 જેટલી દારુની બોટલનો સમાવેશ થાય છે. પોલીસે દારુની સાથે-સાથે અમૂલમાં ગોડાઉનમાં રહેલા બે ઇસમોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગોડાઉનની બહારથી પોલીસને કેટલાક બોક્સની અંદર ખાલી બીયરના ટીન અને જમવામાં ઉપયોગમાં લેવામાં આવી હોય તેવી પ્લેટો પણ જોવા મળી હતી.

આ બાબતે કોંગ્રેસના નેતા પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે અને જે રીતે વડોદરામાં દારુ પકડાયો છે તેનો મતલબ એમ થાય છે કે, પોલીસ તંત્ર કરતા બુટલેગરોનું રાજ વધારે દેખાઈ રહ્યું છે. યુવાધનને બગડવા માટેનું એક ષડ્યંત્ર થઇ રહ્યું છે અને તેમાં કાયદાને મજબુત કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp