અમદાવાદના ભુદરપુરાની ઘટના: દલિતો સાચા કે પછી રાજપુતો? વીડિયો જુઓ 

PC: khabarchhe.com

અમદાવાદના ભુદરપુરામાં દલિતો અને રાજપુતો વચ્ચે થયેલી હિંસક અથડામણ ભલે શાંત થઈ ગઈ હોય પણ સ્થિતિ ભારેલા અગ્ની જેવી છે, ભુદરપુરામાં રાજપુત સમાજ દ્વારા સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માગતા રાજપુત સમાજના યુવકો માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ હોસ્ટેલની આસપાસ વર્ષોથી દલિત પરિવાર રહે છે.

તા 16મી એપ્રિલના રોજ અથડામણ થઈ હતી. રાજપુતોનો દાવો છે કે દારૂ પીધેલી હાલમાં હોસ્ટેલમાં ઘુસી આવેલી વ્યકિતએ રાજપુત યુવકોને ગાળો આપી તેમાંથી ઝઘડો શરૂ થયો.

બીજી તરફ દલિત રહીશોની ફરિયાદ છે કે હોસ્ટેલના રાજપુત યુવકો દલિત યુવતીઓની મશ્કરી કરે છે અને મોડી રાત સુધી ઉંડા અવાજે મ્યુઝીક વગાડે છે. આ પ્રશ્નને લઈ હિંસા થઈ, હોસ્ટેલને આગ ચાંપી દેવામાં આવી હતી આ મામલે એલિસબ્રીજ પોલીસે સામ-સામે ફરિયાદ નોંધી છે.

પરંતુ પોલીસને હોસ્ટેલના જે સીસી ટીવી ફુટેજ હાથ લાગ્યા છે, તેમાં કેટલાંક તત્વો હોસ્ટેલમાં ઘુસી તોડફોડ કરે છે, તેમને ઓફિસના ફર્નિચરનો પણ નાશ કરે છે. ફુટેજ પ્રમાણે તોડફોડ કરનારી વ્યકિતઓ નશો કરેલી હાલતમાં હોય તેવુ લાગે છે.

તોડફોડનો વીડિયો જૂઓ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp