કોન્ટ્રાક્ટ કિલર કરતા ખતરનાક ભ્રષ્ટ નેતા અને અધિકારી છેઃ ગુજરાત હાઇકોર્ટ

PC: barandbench.com

ગુજરાતા હાઇકોર્ટે એક જામીન અરજી પર ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર સમાજના વિકાસમાં અવરોધ ઉભું કરનારું એકમાત્ર ફેક્ટર છે. સાથે જ કોર્ટે ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓને સમાજ માટે ભાડાના હત્યારાથી પણ વધારે ખતરનાક કહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, ભ્રષ્ટ નેતાઓ અને સરકારી અધિકારીઓએ દેશમાં આર્થિક અશાંતિ ઉભી કરી છે. ગુરુવારના રોજ જસ્ટિસ જેબી પારડીવાલાએ ડૉ.આરસી શાહની ધરપકડ જામીન અરજીને ફગાવી દીધી હતી.

આરસી શાહ અમદાવાદ નગરપાલિકાના અધીક્ષક હતા અને તેઓ એલજી હોસ્પિટલના માલિક પણ હતા. તેમને લાંચ લેવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, જો એક વિકાસશીલ દેશને કોન્ટ્રાક્ટ કિલરથી વધુ કોઈનો સામનો કરવો પડતો હોય તો તે સરકાર અને રાજનૈતિક દળોના ભ્રષ્ટ તત્ત્વોને કારણે છે.

જસ્ટિસ પારડીવાલાએ ભારપૂર્વક કહ્યું હતું કે, એવા અધિકારીઓને પૂર્વ ધરપકડ જામીન આપવાથી બચવું જેના પર ભ્રષ્ટાચારનો આરોપ હોય. ભ્રષ્ટાચારમાં લિપ્ત સરકારી અધિકારીઓને વચગાળાના જામીન કોઈ ખાસ કિસ્સામાં જ આપવા જોઈએ. જો ભ્રષ્ટાચાર મુક્ત સમાજને સુનિશ્ચિત કરવા માટે આરોપીની જામીન અરજી ફગાવવી પડે તો કોર્ટે અચકાવું ન જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp