ગુજરાત:અનોખો કિસ્સો, પોલીસે ગાયને જ માસ્ટરમાઇન્ડ આરોપી બનાવી દીધી
કદાચ આવો કિસ્સો તમે નહીં સાંભળ્યો હોય કે એક અકસ્માત કેસમાં પોલીસે ગાયના માલિકને નહીં, પરતુ અજ્ઞાત ગાયને માસ્ટરમાઇન્ડ આરોપી તરીકે બતાવી હતી. જે રીતે પરેશ રાવલ અભિનીત ઓહ માય ગોડમાં ભગવાનને આરોપી બનાવવામાં આવે છે.
રસ્તાઓ પર રખડતા પશુઓ લગભગ દરેક રાજ્યમાં સમસ્યા છે, પરંતુ ગુજરાતમાં રખડતી ગાયને કારણે પોલીસ વિભાગ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. વાસ્તવમાં, એક બાઇક અકસ્માત કેસમાં, પોલીસે ઘટનામાં મુખ્ય શંકાસ્પદ તરીકે એક અજાણી કાળી અને સફેદ રંગની ગાયનું નામ આપ્યું છે. આ અનોખો મામલો ગુજરાતના ખેડા જિલ્લાનો છે.
નડિયાદ (પશ્ચિમ) શહેરમાં એક ગાયને કારણે બાઇકનો અકસ્માત થયો હતો. આ કિસ્સામાં, સ્થાનિક પોલીસે રખડતી ગાયના માલિક સામે ગુનો નોંધ્યો ન હતો, પરંતુ ગાયને ઘટનામાં મુખ્ય આરોપી બનાવી હતી. આ અંગે દરેક જગ્યાએ પોલીસની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો ગુજરાત હાઈકોર્ટની એ ટિપ્પણીને યાદ કરીને પણ સવાલો ઉઠાવી રહ્યા છે જેમાં હાઈકોર્ટે રખડતા પશુઓ સાથે કામ કરવાની રાજ્ય સરકારની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા.
નડિયાદ (વેસ્ટ)માં શનિવારે સાંજે જાલક કેનાલ રોડ પર એક બાઇકને અકસ્માત નડ્યો હતો. 50 વર્ષની ઉંમરના ભરત શાહ નામના વ્યક્તિ તેમના ઇલેક્ટ્રીક સ્કુટર પર જઇ રહ્યા હતા ત્યારે રખડતી ગાય રસ્તાની વચ્ચે આવી ગઇ હતી. ગાય અચાનક સામે આવી જવાને કારણે ભરત શાહ બાઇક પરથી તેમનો અકુંશ ગુમાવી બેઠા હતા અને સીધા ગાય સાથે ટકરાયા હતા. જેમાં રસ્તા પર ઘસડાવવાને કારણે તેમને નાક, ચહેરા સહિત શરીરમાં અનેક જગ્યાએએ ઇજા થઇ હતી.
ભરત શાહની ભત્રીજી ધ્રુમિલ શાહે પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવમાં આવ્યું હતું કે ભરત શાહને એટલી ગંભીર ઇજા થઇ છે કે તેઓ બોલી શકતા પણ નથી. તેમને પહેલા નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધારે ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ કેસમાં પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ બેદરકારીને કારણે જીવલેણ ઈજા પહોંચાડવાનો કેસ નોંધ્યો છે. આ ઉપરાંત કાળા અને સફેદ રંગની ગાયને પણ આરોપી બનાવવામાં આવી છે. ગાયના અજાણ્યા માલિક સામે તેના પશુને બેદરકારીપૂર્વક સંભાળવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે ગાયને આરોપી બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp