ગુજરાતના આ શહેરમાં એક કિલો દોરીનો ગુચ્છો આપવાથી મળશે 50 રૂપિયા

PC: dainikbhaskar.com

ઉત્તરાયણના તહેવારની લોકો પતંગ ચગાવીને મોજ મસ્તીથી ઉજવણી કરે છે પરંતુ પતંગના દોરા વીજળીના તાર, વૃક્ષ કે, રસ્તા પર લટકતા જોવા મળે છે. આ પતંગના દોરાના કારણે રસ્તા પર અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામે છે અને ઘણી વાર અકસ્માતમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાંવવાનો વારો આવે છે. માત્ર મનુષ્ય જ નહીં પણ પશુ-પક્ષીઓને પણ પતંગના દોરાના કારણે ખૂબ તકલીફ પડે છે. તેઓ વૃક્ષ પર બેઠા હોય અને તેમના પગમાં પતંગનો દોરો ફસાઈ જાય તો ઉડવા જતા તેની પાંખ અથવા તો પગ કપાઈ જાય છે.

પતંગના દોરાથી મનુષ્યો અને પશુ-પક્ષીઓને મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ શહેરમાં પર્વ ફાઉન્ડેશન દ્વારા જીવદયાના હેતુથી 'જીઓ ઔર જીને દો' નામના એક કાર્યક્રમમાં પતંગની દોરી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો પોતાના ઘરની આસપાસ રહેલા વૃક્ષો કે, રસ્તા પરથી પતંગના દોરાઓ એકઠા કરીને આ ફાઉન્ડેશનના સભ્યોને આપશે એટલે દોરી આપનાર વ્યક્તિને એક કિલો દોરીના ગુચ્છાના 50 રૂપિયા આપવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત લોકોને દોરા આપવા જવા માટે તકલીફ ન પડે તે માટે ફાઉન્ડેશન દ્વારા અલગ-અગલ વિસ્તારમાં દોરીના ગુચ્છા કલેક્ટ કરવા માટેના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદના લોકો 25 જગ્યાઓ પર દોરીના ગુચ્છાઓ જમા કરાવી શકશે. દોરી એકઠી કરવાથી લોકો પોતાના વિસ્તારને સ્વચ્છ પણ કરી શકશે અને સાથે-સાથે પુણ્ય પણ મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp