લીવ ઈનમાં રહેતી પ્રેમીકા પિતાના ઘરેથી દાગીના ચોરી ગઈ, હપ્તા ન ભરતા ફૂટ્યો ભાંડો

PC: aliexpress.com

ઘણી વખત યુવતીઓ એવું પગલું ભરી બેસે છે જેમાં પછીથી માઠા પરિણામ ભોગવવાનો વારો આવે છે. જ્યારે યુવતીના ખોટા નિર્ણયની માતા-પિતાને જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. માતા-પિતાનું ઘર છોડીને પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ ઘરમાંથી રૂ.45 હજારના દાગીના ચોરી લીધાનું સામે આવ્યું છે. આ દાગીના પર તેણે લોન લીધી હતી પણ હપ્તા ન ભરી શકવાને કારણે ફાઈનાન્સ કંપનીએ યુવતીના પિતાને નોટિસ ફટકારતા સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો છે.

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં સામાજિક કાર્યકર અરવિંદભાઈ પરમારના ચાર સંતાન છે. બે મોટી દીકરીઓને સાસરે વળાવી છે. જ્યારે ત્રીજી દીકરી ગાયત્રી (ઉ.વ.24) દોઢ વર્ષ પહેલા ઘરેથી કંઈ કહ્યા વગર જતી રહી હતી. પિતાએ તપાસ કરતા જણવા મળ્યું કે, કૃષ્ણનગરમાં રહેતા ભરત ભીખાભાઈ મેવાડા સાથએ તે લીવ ઈનમાં રહેતી હતી. ત્યારથી પિતાએ પુત્રી સાથે સંબંધ તોડી નાંખ્યો. ગત વર્ષે અરવિંદભાઈના ઘરે મેઘાણીનગરની એક ફાઈનાન્સ કંપનીએ નોટિસ ફટકારી હતી. જેમાં સ્પષ્ટતા હતી કે, તમે જે સોનાના દાગીના પર લોન લીધેલી છે એ ભરપાઈ કરી નથી. જોકે, પિતા અરવિંદભાઈએ સોના સામે કોઈ લોન લીધી ન હતી. એટલે આ નોટિસ તેણે ગણકારી નહીં. થોડા દિવસ બાદ અરવિંદભાઈના ઘરે બીજી વખત ફાઈનાન્સ કંપનીમાંથી નોટિસ આવી. જેમાં રૂ.14 હજારની લોન ભરપાઈ ન કરી હોવાનું લખ્યું હતું. અરવિંદભાઈ ફાઈનાન્સ કંપનીની ઓફિસે જતા જાણવા મળ્યું કે, એની દીકરી ગાયત્રીએ ગોલ્ડ સામે લોન લીધી હતી. જ્યારે પિતાએ દાગીનાની તપાસ કરી ત્યારે એ એના ઘરના દાગીના હતા. એટલે જ્યારે તે ઘરેથી ભાગી ત્યારે રૂ.45 હજારના દાગીના ચોરી ગઈ હતી.

આમ લોનના હપ્તા ન ભરતા પોતાના જ ઘરમાંથી ચોરી કર્યાનો ભાંડો ફૂટી ગયો હતો. આ દાગીનાને ગીરવે મૂકીને તેણે લોન લીધી હતી. પિતાએ પોતાની દીકરી સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. દીકરી ગાયત્રી પોતાના ઘરેથી સોનાનો ચેન અને ચાર બુટ્ટી ચોરી ગઈ હતી. અરવિંદભાઈનો આ ચેન દીકરીના લગ્ન વખતે એના સાળાએ ગિફ્ટમાં આપેલો હતો. જ્યારે ચાર બુટ્ટી દીકરીના લગ્ન પ્રસંગે સંબંધીઓએ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp