રૂપાલા વિવાદ: જૌહર કરવા આવેલી મહિલાઓને પોલીસ ઘરે મુકી આવી, મહિપાલ સિંહને…

PC: divyabhaskar.co.in

રૂપાલા વિવાદમાં અમદાવાદથી ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા નિકળેલી ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને પોલીસે સવારે નજરકેદ કરી લીધી હતી અને સાંજે પોલીસ તેમને ઘરે મુકી આવી હતી. બીજી તરફ કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ રાણાની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી અને મોડી સાંજે પોલીસ તેમને ગુજરાત બોર્ડર પર છોડવા માટે ગઇ હતી.

23 માર્ચે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપવાને કારણે ક્ષત્રિય સમાજ આગબબૂલા થયો છે. 14 દિવસથી હજુ ક્ષત્રિય સમાજ ટસથી મસ થતો નથી.

રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ જૌહર કરવાની વાત કરી હતી અને અમદવાદથી ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે જૌહર કરવાની જાહેરાત કરેલી, પરંતુ મહિલાઓ કોઇ અજુગતું પગલું ભરે તે પહેલાં પોલીસ તેમના ઘરે પહોંચી ગઇ હતી.અમદવાદના બોપલમાં એક મહિલાના ઘરે 5 મહિલાઓ ભેગી થઇ હતી અને જૌહર કરવા માટે નિકળવાની હતી, પરંતુ પોલીસે તેમના ઘરમાં જ નજરકેદ કરી દીધી હતી. પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

https://khabarchhe.com/uploads/mc_path/171241230468.jpg

 બોપલના એક બંગલામાં નજરકેદ કરવામાં આવેલી મહિલાઓએ પુરી તૈયારી કરી લીધી હતી. હાથમાં મહેંદી લગાવી હતી અને શણગાર પણ સજી લીધો હતો, પરંતુ પોલીસે એ પહેલાં જ તમને અટકાવી દીધી હતી.

આખો દિવસ નજરકેદમાં રાખ્યા પછી મોડી સાંજે પોલીસ દરેક મહિલાને તેમના ઘરે મુકી  માટે ગઇ હતી. જાણવા મળેલી માહિતી મુજબ 2 મહિલા અમદાવાદની હતી,1 મહિલા સુરેન્દ્ર નગરથી આવી હતી અને 2 મહિલા જામનગરથી આવી હતી. આ તમામને તેમના ઘરે મુકવા માટે પોલીસ જાતે જ ગઇ હતી.

બીજી તરફ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહની પોલીસે અમદાવમાદમાં અટકાયત કરી લીધી હતી. કરણી સેનાના નેતાઓની ધરપકડને પગલે ક્ષત્રિય સમાજ અને પોલીસ વચ્ચ ઘર્ષણ પણ થયું હતું. મહિપાલસિંહને શાહીબાગ પોલીસ હેડકર્વાટરમાં લઇ જવામાં આવ્યા હતા.

https://khabarchhe.com/uploads/mc_path/171241230467.jpg

 જો કે મોડી સાંજે મહિપાલ સિંહને છોડી મુકવામાં આવ્યા હતા અને પોલીસ તેમને ગુજરાત બોર્ડર પર છોડવા માટે ગઇ હતી. મહિપાલને ત્યાંથી રાજસ્થાન મોકલી આપવામાં આવશે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણના  અસ્થી કંદહારથી ભારત લાવનાર શેરસિંહ રાણા રવિવારે  ઉત્તરાખંડથી અમદાવાદ આવવાના છે.

કરણી સેના, ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજના લોકો તૈયાર થઇ જાય, હવે આપણે બધા ભેગા થઇને ગાંધીનગર કમલમ ખાતે ભેગા થઇશું. ટુંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp