ન્યાય ન મળતા એક વ્યક્તિએ પરિવાર સાથે પાકિસ્તાન જવાની કરી માગ

PC: youtube.com

લોકો ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવે છે કારણ કે, તેમને આશા હોય છે કે, કાયદાના રક્ષકો અને કાયદો તેમને ન્યાય મેળવવામાં મદદ કરશે. પરંતુ છેલ્લા 6 વર્ષથી પોતાના પરિવાર સાથે થઇ રહેલા અત્યાચારોથી કંટાળીને એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટરને અરજી કરીને જણાવ્યું હતું કે, ન્યાય અપાવો નહિ, તો પાકિસ્તાન જવાની મંજૂરી આપો.

આ અરજી બીજા કોઈએ નહિ પણ ભાજપના વડોદરા તાલુકાના કહેવાતા બક્ષીપંચ મોરચાના મંત્રી દ્વારા જ કરવામાં આવી છે. તેમના આક્ષેપ છે કે, પક્ષના નેતાઓ દ્વારા જ તેમના પરીવાર પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરીને જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા અંતે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને પોતાના પરિવાર સાથે પકિસ્તાન જવાની મંજૂરી માગી છે.

એક રિપોર્ટ અનુસાર, વડોદરા તાલુકાના સાંકરદા ગામમાં રહેતા અને પોતાને ભાજપના બક્ષીપંચ મોરચામાં મહામંત્રી કહેતા સંજય પંચાલે પોતાના જ પક્ષના નેતાઓ પર આક્ષેપો કર્યા છે કે, છેલ્લા 6 વર્ષના સમયમાં મારા પરિવાર સાથે ઘણો અન્યાય થયો છે. જેમાં ભાજપના અજીતસિંહ ચાવડા, દક્ષાબેન ઠક્કર સહિત ત્રણ લોકો દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું હતું, મારી દુકાન પડાવી લેવામાં આવી હતી અને મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પર થયેલા આ અત્યાચારોને કારણે મેં પોલીસ સ્ટેશનમાં આ તમામ સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને આ બાબતે જિલ્લા કલેક્ટરને અનેક વખત રજૂઆત પણ કરી હતી, છતાં પણ મારી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નહિ. એટલા માટે મેં છેલ્લે જિલ્લા કલેકટરને આવેદન આપીને કહ્યું છે કે, ન્યાય અપાવો નહિ, તો પાકિસ્તાન જવાની મંજૂરી આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp