ગુજરાતમાં વરસાદ-પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે કેન્દ્રની મોદી સરકાર

PC: Khabarchhe.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમ (આઇએમસીટી)ની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.

25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યને ભારેથી અતિભારે વરસાદની ગંભીર અસર થઈ હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ ઝાપટાથી પ્રભાવિત થયું છે. ગૃહ મંત્રાલય આ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છે, અને જો તેઓ દ્વારા ગંભીર નુકસાનની જાણ કરવામાં આવે તો તેઓ ત્યાં પણ આઇએમસીટીની નિયુક્તિ કરશે. વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન, કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા છે.

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદ કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ વર્ષ દરમિયાન ઓગસ્ટ, 2019માં લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય મુજબ ગૃહ મંત્રાલયે આઇએએમસીટીની રચના કરી છે, જે પૂર/ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાજ્યો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની અગાઉથી મુલાકાત લીધી છે, જેથી તેમનાં મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનની સ્થળ પર આકારણી કરી શકાય. નાગાલેન્ડ રાજ્ય માટે આઇએમસીટીની પણ રચના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ રાજ્યનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

ભૂતકાળમાં, આઇએમસીટી રાજ્ય સરકાર તરફથી મેમોરેન્ડમ મળ્યા પછી જ આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp