દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેને આ પાર્ટીને આપ્યું સમર્થન

PC: abplive.in

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને BJP  બંને એકબીજાને ઝટકાઓ આપવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તાજા એક મામલામાં કોંગ્રેસે બાજી મારી છે. ગુરૂવારે મહેસાણામાં દૂધ ઉત્પાદકોની એક મોટી બેઠક યોજાઇ હતી જેમાં દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કોંગ્રેસને સમર્થન આપવા હાંકલ કરી હતી. મોઘજીભાઇ ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર જગદિશ ઠાકોરને મત આપવા માટે દૂધ ઉત્પાદકોને અપીલ કરી હતી. મોઘજીભાઇએ કહ્યું હતું કે આપણે કોંગ્રેસને ખેસ ભલે પહેરવાનો નથી પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનો પ્રયત્ન કરવાનો રહેશે.

મહેસાણામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં મહેસાણા અને પાટણના દુધ ઉત્પાદકો પહોંચ્યા હતા. સભામાં પાટણના ઘારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યાં હતા. દૂધ ઉત્પાદકોની આ બેઠકમાં કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત થતાં BJP માટે પાટણ અને મહેસાણા બેઠક પર કપરા ચઢાણ દેખાઇ રહ્યાં છે. આ બંને બેઠકો માટે હાર્દિક પટેલ પહેલે થી જ વધારે કોશીશ કરી રહ્યાં છે ત્યારે BJP એ આ બંને બેઠકો જાળવી રાખવી હવે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp