સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન સેવા શરૂ કરાશે, તળાવના મગરો બની રહ્યાં છે વિલન

PC: abudhabi2.com

ગુજરાતમાં નર્મદા નદીના કિનારે તૈયાર થયેલી દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. આ પ્રવાસીઓ સી-પ્લેનનો આનંદ લઈ શકે તેવુ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સી-પ્લેન ઉતારવા માટે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તે તળાવમાં અનેક મગર હોવાથી તંત્ર અવઢવમાં મુકાયું છે. હાલ વન વિભાગ દ્વારા તળાવના મગરને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

બે મહિના પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટેનું સંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પ્રવાસીઓ માટે નવી-નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ હેલીકૉપ્ટર રાઇડ પણ શરૂ કરવામાં આવી છે, જેને સારી સફળતા મળી છે. હવે પ્રવાસીઓ માટે સી-પ્લેનનું આયોજન કરવામાં આવ્યું છે, તળાવમાં અનેક મગર હોવાથી આ યોજનાને અમલમાં મુકવામાં અડચણ આવી રહી છે.

સી-પ્લેન સેવા શરૂ કરવા માટે વન વિભાગે મગરોને પકડવા માટે તળાવની ફરતે પાંજરા મુક્યા છે. વન વિભાગે મુકેલા પાંજરમાં તળાવ નંબર 3 પરથી મગર પકડાયો હતો. મગરોને પકડવાની કામગીરી થઈ રહી છે. હવે વહેલી તકે સી પ્લેન સેવા શરૂ થાય તેવી શક્યતાઓને લઈને તળાવમાંથી મગરો પકડવાનું શરૂ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વન વિભાગે 2 મગર પકડ્યા છે. વન વિભાગે પકડેલા મગરોને સલામત સ્થળે મુક્ત કરવામાં આવે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા સાબરમતી, શેત્રુંજી, ધરોઇ અને નર્મદા ડેમ વિસ્તારમાં પણ સી-પ્લેનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 31 ઑક્ટોબરનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ વખતે જ સી-પ્લેન આ તળાવમાં ઉતારવાનું હતું. જો કે, તળાવમાં અનેક મગર હોવાથી સી-પ્લેન ઉતારવાનું સ્થગિત રાખવામાં આવ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp