પાટીદાર સમાજે 50 આદર્શ પુત્રવધુઓનું સન્માન કર્યું, કુટુંબ પ્રથા જાળવવા પ્રયાસ

PC: Khabarchhe.com

આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિની જે પ્રથા વખાણવામા આવે છે તેવી કુટુંબ પ્રથા હવે ભારતમાં તુટી રહી છે અને હવે પરિવારો વિભક્ત થઇ રહ્યા છે. પહેલા સંયુક્ત ફેમીલીને કારણે સમાજ પણ મજબુત રહેતો હતો. પાટીદાર સમાજે ફરી કુટુંબપ્રથાને મજબુત બનાવવા માટે સરાહનીય પ્રયાસ કર્યો છે.

અમદાવાદમાં રહેતા જામ જોધપુર પાટીદાર સમાજના લોકો દર દિવાળી પછી સ્નેહ મિલન કાર્યક્રમ રાખતા હોય છે, આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે પુત્રનધુ સાસરીયા સાથે 10 વર્ષથી વધારે સમય એક જ છત નીચે રહેતી હોય તેવી પુત્રવધુંનું સન્માન કરવું.

આવી 50 પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. કેટલીક મહિલાઓ તો સાસરીયા સાથે 40 વર્ષથી એક છત નીચે રહી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp