વડોદરાના લોકો ઘરમાં જ તરાપા, ટ્યુબ રાખે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાહિયાત વાત
તાજેતરમાં 3 દિવસ પૂરમાં હાલાકી ભોગવનારા વડોદરા વાસીઓનો ગુસ્સો ફાટી નિકળે એવા સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહ્યું કે, લોકોએ પૂર માટે તંત્ર પર આક્ષેપો કરવાને બદલે ઘરમાં જ તરાપા, દોરડા, રબર ટ્યુબ વગેરે રાખવું જોઇએ. જો કે, ભારે વિવાદ થતા તેમણે માફી માંગી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી ચેરમેને કહ્યું કે પાલિકા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટુંકા અને લાંબા ગાળાના આયોજન કરી રહી છે. લાંબા ગાળાના આયોજનમાં બે-ત્રણ વર્ષ નિકળી જાય અને ક્લાઇમેટ ચેન્જને કારણે ભારે વરસાદ પડે છે તો લોકોએ જાતે જ ઘરમાં બચાવના સાધનો રાખવા. મોટી સોસાયટી હોય ત્યાં દોરડા, ઇમરજન્સી લાઇટ, તરાપા વગેરે રાખવા જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp