ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીના નામ અને કામનો હશે મુખ્ય મુદ્દો

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. સંકેતો મળી રહ્યા છે કે ઓક્ટોબરનાં અંતે અથવા તો ડિસેમ્બરનાં પ્રારંભે ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા માઈક્રો લેવલે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સંગઠન અને સરકારમાં ઝડપી કામગીરી દેખાઈ રહી છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એક તરફ કમાન સંભાળી રહ્યા છે તો બીજી તરફ જિલ્લા અને શહેરોનું સંગઠન કામે લાગ્યું છે. ગામડાઓમાં નમો પંચાયતો યોજવામાં આવી રહી છે તો શહેરોમાં વિવિધ કાર્યક્રમો અને સરકારની લાભકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આટલી બધી તૈયારીઓ હોવા છતાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી PM મોદી વર્સીસ વિપક્ષી પાર્ટીઓની બની રહેવાની છે. ચૂંટણીમાં દેશના વડાપ્રધાન ગુજરાતી છે અને ગૃહ મંત્રી પણ ગુજરાતી છે એ મુદ્દો મહત્વો પુરવાર થવાનો છે. મોરરાજી દેસાઈ બાદ મોદી એક એવા ગુજરાતી વડાપ્રધાન છે કે જેઓ તેમની PM તરીકેની બે ટર્મ પુરી કરશે. વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષત્તોમ રુપાલા સહિતનો પ્રચાર કાફલો રહેવાનો છે. આ તમામ મંત્રીઓ ગુજરાતી છે. આ સાથે જ વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની રાજ્યસભા સીટ પરથી સાંસદ છે. આમ કેન્દ્ર સરકારમાં ગુજરાતીઓનો દબદબો છે અને આ પહેલી વાર છે કે આટલા બધા ગુજરાતીઓ સરકારનાં સર્વોચ્ચ સ્થાને છે.

PM મોદીના નામ સામે વિપક્ષો સીધી રીતે ગુજરાતમાં ભોંય ભૂ જોવા મળી રહ્યા છે. વિવિધ યોજનાઓને મફત કરવાની કે પછી રાહત આપવાની ચૂંટણી ગેરંટીઓની અસર PM મોદીના નામ સામે બિનઅસરકારક પુરવાર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. મોદી શાસનનાં સાત વર્ષની ઉપલબ્ધિઓ ગણવવામાં આવી રહી છે. એટલે જ તો ગુજરાતની ચૂંટણી નમો વર્સીસ વિપક્ષી પાર્ટીઓની બની રહેવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp