ડૉ.પ્રશાંત વઝીરાણી એટલો લોભિયો હતો કે કમિશન માટે 10 કલાકમાં 19 ઓપરેશન કરેલા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલાં PMJAY યોજનાનું કૌભાંડ ચાલતું હતું અને તેમાં 2 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. આ ઘટનામાં પકડાયેલા ડો. પ્રશાંત વઝીરાણી રિમાન્ડ પર છે અને પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે એક જ દિવસમાં 1, 20,200 રૂપિયાનું કમિશન મેળવવા માટે ડો. પ્રશાતે 10 કલાકમાં 19 ઓપરેશન કરી નાંખ્યા હતા,જેમાં 2 લોકોના જીવ ગયા.
ખ્યાતિ હોસ્પિટલમાં રીતસરનું આયુષ્યમાન કાર્ડના પૈસા લૂંટી લેવાનું કૌભાંડ ચાલતું હતું. શિકાર શોધી લાવવાનું કામ મિલીન પટેલ કરતો હતો અને તે પોતાને ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટર તરીકે ઓળખાણ આપતો. મિલીન પટેલે 10 લોકોની ટીમ બનાવેલી જે ગામે ગામ જઇને આયુષ્યામન કાર્ડનો સર્વે કરતી અને લોકોને મફતમાં ઓપરેશન કરવાની લાલચ આપતી.
કડીના બોરસણામાં આવો જ કેમ્પ 10 નવેમ્બરના દિવસે રાખવામા આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp