વડોદરાના એક ગામના લોકોએ ચોરને પકડી ઢોર માર મારી આખા ગામમાં ફેરવ્યો

PC: mashable.com

ઘણીવાર તમે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે, પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને, ગામમાં ચોરી કરવા આવેલા ચોરોને ગામ લોકોએ પકડીને તેનું મુંડન કરીને ગામમાં ફેરવીને તેને પોલીસને સોંપવામાં આવ્યો હોય. આવી જ ઘટના વડોદરાના એક ગામમાં પ્રકાશમાં આવી છે કે, જ્યાં ગામમાં ચોરી કરવા આવેલી ચોર ટોળકીના એક સભ્યને પકડી લીધા બાદ ચોરને માર માર્યો અને દોરડાથી બાંધીને ગામમાં ફેરવીને પોલીસના હવાલે કરી દીધો હતો. આવી કેટલીક ઘટનાઓમાં એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે, ચોરને માર મારવાના કારણે તેનું મોત પણ થઈ જાય છે.

એક રીપોર્ટ અનુસાર, વડોદરાના પદમલા ગામના મારવાડા ફળીયામાં કેટલાક ઇસમો વહેલી સવારે ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. આ ચોર ટોળકી ચોરી કરવા માટે જે સમયે દિપકભાઇ પઢીયારના મકાનમાં પ્રવેશ કરી રહી હતી, ત્યારે પરિવારના સભ્યો જાગી ગયા હતા. જેના કારણે ચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ વાતની જાણ ગામના અન્ય લોકોને થતા ગામ લોકોએ ચોરોનો પીછો કરીને એક ચોરને પકડી લીધો હતો.

ત્યારબાદ ગામ લોકોએ ચોરને ઢોર માર માર્યો હતો. ગામ લોકોને ચોરને માર મારીને લોહી લુહાણ કરી દીધો હતો અને ચોરને દોરડા વડે બાંધીને ગામમાં ફેરવ્યો હતો. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં ચોરને પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં એક મુસ્લિમ યુવકની સાથે મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. અહીંના ખરસવામાં ચોરી કરવાની આશંકામાં ભીડે મુસ્લિમ યુવક પર હુમલો કર્યો હતો. પોલીસને સોંપતા પહેલા ભીડે તેને 18 કલાક કરતા વધુ સમય માર માર્યો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં શનિવારે તેનું મોત થયું હતું. યુવકની ઓળખ 24 વર્ષીય તબરેજ અંસારી તરીકે થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp