કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને દિવાળી પછી અપાશે આખરી ઓપ

PC: youtube.com
કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીની એક અગત્યની બેઠક સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, સ્ક્રીનીંગ કમીટીના સભ્ય મીનાક્ષી નટરાજન,  ગીરીશ છોડનકર, અજય લાલુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યાં હતા.
 
સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના નિશાન પર જે લોકોએ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારી નોંધાવેલ છે. તે ઉમેદવારો અંગે તમામ સ્થાનિક-સામાજિક સમીકરણો અને જીતની શક્યતાઓને ધ્યાનમાં લઈ ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. તમામ બેઠકોની ચર્ચા બાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને દિવાળી પછી આખરી ઓપ આપવામાં આવશે એવું કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp