ગુજરાતમાં સ્માર્ટ સિટીના નામે કેમ મસ્જિદ જમીનદોસ્ત કરાઇ? કમિટીએ શું કહ્યું, જાણો

PC: gujarattak.in

ગુજરાતના દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ ભારે સુરક્ષા વચ્ચે શનિવારે વહેલી સવારે એક મસ્જિદને તોડી પાડવામાં આવી છે. અધિકારીઓએ કહ્યુ કે સ્ટેશન રોડ પર ભગીની સમાજની પાસે આવેલી નગીના મસ્જિદને બે બુલડોઝરોની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. વહેલી સવારે 4-30 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં મસ્જિદની ડિમોલિશન થઇ ગયું છે. જો કે ડિમોલિશન દરમિયાન 450 પોલીસ કર્મચારીઓ ઉપરાંત દાહોદ પ્રાંતના અધિકારીઓ, દાહોદ નગર પાલિકાના અધિકારીઓ,20 વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કાફલો અને એક રિઝર્વ પોલીસ દળ સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ કહ્યુ હતું કે, મસ્જિદ કમિટિને શુક્રવાર સુધીમાં જમીનના દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ નિયત સમયમાં દસ્તોવેજો રજૂ કરવામાં મસ્જિદ કમટિ નિષ્ફળ રહી હતી એટલે શનિવારે મળસ્કે સાડા ચાર વાગ્યે નગીના મસ્જિદનું ડિમોલીશન કરી દેવામાં આવ્યું છે. જો કે મસ્જિદ કમિટીએ હવે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે

દાહોદના પોલીસ સુપ્રિન્ટેડન્ટે કહ્યું હતું કે, આ પહેલા મસ્જિદ કમિટીએ પોતે દસ્તાવેજો રજૂ કરવા માટે શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો. તંત્રએ કમિટીની માગ સ્વીકારીને 20 મે, શુકવાર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ શુક્રવારે મસ્જિદ કમિટિએ જે દસ્તાવેજો રજૂ કર્યા તે યોગ્ય નહોતા.

શુક્રવારે સાંજે મસ્જિદ કમિટીના સભ્યો સાથે બધા વિભાગના અધિકારીઓની એક બેઠક મળી હતી. કમિટીના સભ્યોએ મસ્જિદ ખાલી કરવાની વિકલ્પ પર સંમતિ આપી હતી. એ પછી મસ્જિદનું ડિમોલીશન કરવામાં આવ્યું, પરંતુ કોઇ પણ પ્રકારનો વિરોધ થયો નથી.

મસ્જિદ કમિટીના સભ્યોએ કહ્યું હતું કે અમને સોમવારે તંત્ર તરફથી જાણ કરવામાં આવી હતી કે શુક્રવાર સુધીમાં દસ્તાવેજો રજૂ કરી દેવામાં આવે, નહીં તો જુમ્માની નમાજ પછી મસ્જિદ તોડી પાડવામાં આવશે. હાઇકોર્ટમાંથી પણ અમને રાહત ન મળી એટલે શુક્રવારે અમને મસ્જિદમાંથી સામાન હટાવી દેવાનું કહી દેવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે ઉનાળું વેકેશન હોવાને કારણે અરજી દાખલ કરવાની બાકી છે. ટ્રસ્ટ હાઇકોર્ટમાં રજૂઆત કરશે કે ડિમોલિશન પછી યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે,કારણકે મસ્જિદ વક્ફની સંપત્તિ હતી અને આ પ્રકારની કાર્યવાહી માટે વક્ફ બોર્ડની મંજૂરી લેવી જરૂરી હોય છે.

મસ્જિદ ટ્રસ્ટે કહ્યું કે અમને કોઇ સત્તાવાર નોટીસ આપવામાં નહોતી આવી, માત્ર મૌખિક રીતે જાણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp