NRI પરિવારને થયો પોલીસનો કડવો અનુભવ, અડધી રાત્રે આ રીતે કરી હેરાનગતિ

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ કેટલીકવાર સોશિયલ મીડિયામાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવતા દારૂના વેચાણના વીડિયો વાયરલ થયા પછી પોલીસ તંત્ર જાગે અને પછી દારૂના અડ્ડા પર રેડની કામગીરી કરે છે અને તેના થોડાં દિવસો પછી દારૂના અડ્ડાઓ ધમધમવા લાગે છે અને કેટલીકવાર ગુજરાતની જનતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરીને પોલીસની કામગીરીનો પર્દાફાશ કરે છે ત્યારે હવે પોલીસ દારૂબાંધીના નાને NRI પરિવારને પરેશાન કરીને તેમનો સામાન રસ્તા વચ્ચે ચેક કરતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, આણંદના બોરસદમાં રહેતા એક NRI પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટ પરથી કારમાં બેસીને બોરસદ જવા માટે રવાના થયા હતા. જેવી આ પરિવારની કાર એરપોર્ટથી દૂર 1 કિલોમીટર પહોંચી ત્યારે રસ્તા પર ઊભા રહેલા કેટલાક પોલીસકર્મીઓએ NRI પરિવારના સભ્યોની કાર અટકાવી હતી અને ત્યારબાદ પરિવારના સભ્યોને કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે અને તમે કોઈ કેફી પદાર્થ લાવ્યા છો કે નહીં તે બાબતે ચેકિંગ કરાવવું પડશે.

આ બાબતે NRI પરિવારના સભ્યોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇ હતી. NRI પરિવારના સભ્યોએ પોલીસે યુનિફોર્મ ન પહેરાવાને લઇને આક્ષેપો કર્યા હતા. પોલીસે રસ્તા વચ્ચે NRI પરિવારના સામાનની તપાસ કરી પણ સામાનમાંથી કંઈ નીકળ્યું નહોતું. પોલીસની આ પ્રકારની કામગીરીના કારણે NRI પરિવારના સભ્યો દ્વારા આણંદના સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp