ગુજરાત ભાજપના આ સાંસદોની ટિકિટ કપાઈ શકે છે

PC: ibtimes.co.in

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું એનાલિસીસ કરતાં ભાજપને તેનો જૂથવાદ, સંસદસભ્યોની ખરડાયેલી છબી અને એન્ટી ઇન્કમબન્સીનું ફેક્ટર નડે તેવું તારણ સામે આવ્યું છે તેથી પાર્ટીને ઓછામાં ઓછી 15 બેઠકો પર ઉમેદવારો બદલવા પડે તેવી સ્થિતિ છે. આ 15 બેઠકો પૈકી સાત બેઠકો એવી છે કે જેમાં વર્તમાન સંસદસભ્યોની નિષ્ક્રિયતા સામે આવી છે. 

ભાજપના વરીષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ વખતે ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી નહીં લડે તેવું માનવામાં આવે છે. તેમને પાર્ટી આ વખતે ટીકીટ પણ આપી શકવાની સ્થિતિમાં નથી. ભાજપને ગુજરાતમાં નવો ઉમેદવાર શોધવો પડશે જે અંદાજ પ્રમાણે આયાતી પણ હોઇ શકે છે. 

ભાજપના 26 સંસદસભ્યો કે જેઓ નરેન્દ્ર મોદીના પ્રભાવના કારણે જીત્યા છે પરંતુ ત્યારપછી ચાર વર્ષમાં તેમણે તેમના મતવિસ્તારમાં જોયું નથી. તદ્દન નિષ્ક્રિય રહેલા સંસદસભ્યોમાં સૌ પ્રથમ નામ સુરેન્દ્રનગરના આયાતી દેવજી ફતેપરા આવે છે. બીજાક્રમે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા આવે છે. તેમનું મુખ્ય કારણ તેમની નાદુરસ્ત તબિયત છે. 

લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન સંસદસભ્યો પૈકી છ નામ એવા છે કે જેમને કોઇ વાંઘો નથી. બીજા સાત નામ એવા છે કે પાર્ટી તેમને ફરીથી ટીકીટ આપવા વિચારી શકે છે પરંતુ 13 નામ એવા છે કે કોઇ વિધ્ન ન આવે તો આ તમામ સંસદસભ્યોને બદલવામાં આવે તેવી સંભાવના છે.

ભાજપ ક્યા સંસદ સભ્યોને રિપીટ કરી શકે છે...

બેઠક સંસદ સભ્ય કારણ
બનાસકાંઠા હરિભાઇ ચૌધરી PM મોદીની ગુડબુકમાં છે.
અમદાવાદ પૂર્વ પરેશ રાવલ ફિલ્મ અદાકાર છે. લોકપ્રિય છે.
રાજકોટ મોહન કુંડારિયા કેન્દ્રીય નેતાઓ સાથે ઘરોબો.
જામનગર પુનમ માડમ વિસ્તારની કામગીરી સારી છે.
દાહોદ જશવંતસિંહ ભાભોર PM મોદીની ગુડબુકમાં છે.
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ હાઇકમાન્ડની ગુડબુકમાં છે. કામગીરી સારી છે.

ભાજપ ક્યા સંસદસભ્યની ટિકીટ કાપી શકે છે...

બેઠક સંસદ સભ્ય કારણ
કચ્છ વિનોદ ચાવડા કામગીરી નબળી છે. વિસ્તારના પ્રશ્નો છે
પાટણ લીલાધર વાઘેલા તબિયત નાદુરસ્ત છે. પાર્ટી વિરોધી વલણ છે
મહેસાણા જયશ્રીબેન પટેલ એન્ટી ઇન્કમબન્સી નડે છે. કામગીરી નબળી છે
ગાંધીનગર એલ.કે.અડવાણી ઉંમરનો બાધ આવશે. અનેક  વખત લડેલા છે
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર સામે છે
સુરેન્દ્રનગર દેવજી ફતેપરા કેટલાક કેસોમાં ફસાયેલા છે. કામગીરી નબળી છે
પોરબંદર વિઠ્ઠલ રાદડિયા નાદુરસ્ત તબિયત મુખ્ય કારણ છે.
અમરેલી નારણ કાછડિયા વિસ્તાર માટે નબળા ઉમેદવાર છે
ભાવનગર ભારતીબેન શિયાળ નવા ઉમેદવારને ચાન્સ આપવાનો વિચાર
આણંદ દિલીપ પટેલ નવા ઉમેદવારને ચાન્સ આપવાની તૈયારીઓ
પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ પરિવારના કારણે ટીકીટ કપાશે
છોટા ઉદેપુર રામસિંહ રાઠવા નબળી કામગીરી. પાર્ટી સાથે તાલમેલ નહીં.
બારડોલી પરભુ વસાવા પાર્ટી ઉમેદવાર બદલવા માગે છે

જેમની બેઠક ભયમાં છે તેવા સંસદસભ્યો...

બેઠક સંસદ સભ્ય કારણ
સુરત દર્શના જરદોશ ઉમેદવાર સારા છે પરંતુ પાર્ટી નવો ચહેરો શોધે છે
નવસારી સી.આર.પાટીલ સ્થાનિક લેવલે તેમનો વિરોધ વધી રહ્યો છે. પાણીના અને GSTના પ્રશ્ને પણ ઉદ્યોગકારોમાં નારાજગી
વલસાડ કે.સી.પટેલ નબળી કામગીરીના કારણે પાર્ટીના યલો લિસ્ટમાં છે
વડોદરા રંજન ભટ્ટ પાર્ટી નવા ઉમેદવાર શોધી રહી છે
ખેડા દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસ મજબૂત બની હોવાથી એન્ટી ઇન્કમબન્સી નડશે
ભરૂચ મનસુખ વસાવા હાઇકમાન્ડની નજરમાં છે પણ કામગીરી નબળી છે
જૂનાગઢ રાજેશ ચુડાસમા એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર છે છતાં ચાન્સ છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp