અમદાવાદમાં ભાજપના 2 ફાડચા પડશે, બે પ્રમુખ બનાવાશે
ગુજરાત ભાજપના સંગઠનમાં આ વખતે મોટા પાયે ફેરફારો થવાના એંધાણ છે અને હવે એવું જાણવા મળ્યું છે કે ભાજપ અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજન કરશે. જેમાં કર્ણાવતી પશ્ચિમ અને કર્ણાવતી પૂર્વ એમ હશે. આ બંને વિસ્તારોમાં બે શહેર પ્રમુખ બનશે. અમદાવાદ પછી સુરતમાં પણ આ પ્રમાણે 2 વિભાગ પાડીને 2 પ્રમુખ બનાવાશે. એક પાટીદાર અને બીજો પરપ્રાંતીય વિસ્તાર.
અમદાવમાદમાં વિભાજન કરવા પાછળનું કારણ એવું છે કે ભાજપના કાર્યકરોનો વ્યાપ ખુબ વિશાળ બની ગયો છે અને બધા કાર્યકરો એવી અપેક્ષા રાખતા હોય છે કે, તેમને પણ કોઇ હોદ્દો મળે. 2 પ્રમુખ બનવાને કારણે નવા મહામંત્રી, ખજાનચી પણ બનશે એટલે નવા કાર્યકરોને તક મળશે. ભાજપમાં સંગઠનું માળખું જાહેર થાય તે પહેલાં જ વિભાજન થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp