અમદાવાદમાં વિકૃત યુવાનની કરતૂત, મહિલા ડૉક્ટર કોલગર્લ હોવાના પેમ્ફલેટ ફરતા કર્યા

PC: eldorado.org.br

ગુજરાતમાં હવે ખોટા કામ કરનારાઓને પોલીસનો ડર નથી અને તેઓ બેફામ રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે અને મહિલાઓની છેડતી કરે છે. આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થતા આરોપીઓ બેફામ બન્યા છે. આરોપીઓ હવે રાજ્યમાં ખુલ્લેઆમ મહિલાઓ તથા યુવતીઓની છેડતી કરે છે અથવા તો તેમને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક કિસ્સો ચાંદખેડામાં સામે આવ્યો છે. ચાંદખેડામાં એક અજાણ્યા ઇસમે મહિલા ડૉક્ટરને બદનામ કરવાનું કાવતરું રચ્યું અને મહિલા ડૉક્ટર કોલગર્લ હોવાના લખાણવાળા પોસ્ટરો અલગ-અલગ વિસ્તારોમાં ફરતા કર્યા હતા. આ વાતની જાણ મહિલા ડૉક્ટરને થતા તેમએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

એક રીપોર્ટ અનુસાર, ચાંદખેડાના વિસત સર્કલ પાસે ફિઝીયોથેરાપીનું ક્લિનિક ધરાવતી એક મહિલા ડૉક્ટરને કેટલાક અજાણ્યા ઇસમોના ફોન આવતા હતા અને તેઓ મહિલા ડૉક્ટર પાસેથી બિભત્સ માંગણી કરતા હતા. આ સમગ્ર મામલે મહિલાના જુના દવાખાના નીચે એક મોબાઈલની દુકાનમાં ધરવતા વ્યક્તિએ મહિલા ડૉક્ટરને ફોન કરીને કહ્યું હતું કે, તેમના ક્લિનિકનું નામ, મોબાઈલ નંબર અને તેની નીચે બિભત્સ લખાણવાળા પોસ્ટર વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા વહેંચવામાં આવી રહ્યા છે. આ વાતની જાણ મહિલા ડૉક્ટરે તેના તેના સસરાને કરી હતી. મહિલાને અજાણ્યાઓના ફોન આવવાનું શરૂ રહેતા અંતે મહિલા ડૉક્ટરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp