ગુજરાતમાં કોરોનાના વધુ 678 કેસ, આ શહેરમાં જ 261 કેસ સામે આવ્યા

PC: economictimes.indiatimes.com

ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલે કોરોનાના કુલ 678 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં વધુ એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાના કોસો વધ્યા હતા અને 261 વધુ કેસ નોંધાયા હતા. હજુ પણ કોરોના કેસો વધવાથી સંક્રમણનો વ્યાપક ખતરો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે. ગુજરાત રાજ્યમાં વધુ 1,53,910 વક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

કોરોનના કેસમાં રાજ્યમાં કેસ વધે છે અને ઘટે છે તેમ છતાં પણ કેસો નોંધાય રહ્યા છે. અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. એક તરફ તહેવારો માથે છે તેવામાં કોરોના કેસોમાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. લોકોને તકેદારી રાખવા માટે કહેવામા આવ્યું છે તેમ છતાં પણ લોકો યોગ્ય પાલન કરતા નથી અને માસ્ક કે સેનિટાઇઝરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 810 દર્દી સજા થયા છે. અત્યાર સુધી કુલ 12,45,890 દર્દીઓએ કોરોનાથી સજા થઇ ગયા છે. રાજ્ય અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 5729 કેસો છે. જેમાં 15 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાથી રાજ્યમાં કુલ આંક 10,981 થયો છે. કોવિંડથી સજા થવાનો દર 98.68 ટકા છે.

રાજ્યમાં જુદા જુદા શહેરોમાં કોરોનાના કેસો

કોરોનાના વડોદરામાં 91, સુરતમાં 37, રાજકોટમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 14, કચ્છમાં 13 અને અમરેલી અને પાટણમાં 12-12 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં પણ કોરોના કેસો નોંધાવાનું શરૂ છે. કોરોના સામે વધુ 137228 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ વેક્સિનના 11.91 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ ડોઝ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp