નવું વેરિયન્ટ BA.5 એન્ટીબોડીને ચકમો આપી રહ્યુ છે, આ લક્ષણ દેખાય તો સાવધાન થઈ જાવ

PC: medicaldialogues.in

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે અને કોવિડ-19ના નવા-નવા પ્રકારો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન (કોરોનાવાયરસ ઓમિક્રોન વેરિએન્ટ)નું નવું સબ-વેરિયન્ટ BA.5 કોરોના વાયરસના વધતા જતાં કેસ પાછળ જવાબદાર છે. નિષ્ણાતોએ આ સબ-વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તે ઝડપથી ચેપ લગાડે છે અને એન્ટિબોડીઝને પણ નકારી શકે છે. એટલે કે, ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BA.5 એવા લોકોને પણ સંક્રમિત કરી શકે છે જેઓ અગાઉ કોવિડ-19થી સંક્રમિત થઇ ચુક્યા હોય.

ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ BA.5, COVID-19 રસીઓ સામે ચાર ગણું વધુ પ્રતિરોધક છે, જે હવે USમાં પ્રબળ કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર છે. પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ-અહેવાલમાં જાણવા મળ્યું છે કે આ વેરિયન્ટ ઓમિક્રોનના અગાઉના સબ-વેરિયન્ટ કરતાં મેસેન્જર RNA રસીઓ માટે ચાર ગણું વધુ પ્રતિરોધક છે, જેમાં Pfizer અને Moderna covid-19ની રસીઓનો સમાવેશ થાય છે.

BA.5 ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યું છે. મેયો ક્લિનિકે એક અહેવાલમાં જણાવ્યું છે કે નવો સ્ટ્રેન 'હાયપરકૉંન્ટેજીયસ' છે અને દર્દીને હોસ્પિટલ અને ICUમાં દાખલ કરવાની હાલત સુધી પહોંચાડી દેય છે. જેઓએ રસી લીધેલી હોય છે તેના કરતાં રસી ન લીધેલ લોકોમાં વાઇરસથી ચેપ લાગવાની શક્યતા લગભગ પાંચ ગણી વધુ હોય છે કે અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 7.5 ગણી વધારે હોય છે, અને મૃત્યુ થવાની શક્યતા 14 થી 15 ગણી વધારે હોય છે.

ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ BA.5 પણ અગાઉના વેરિયન્ટ જેવું જ છે. તેના લક્ષણો કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ જેટલા ઘાતક નથી, પરંતુ કેટલાક ગંભીર કિસ્સાઓમાં, પીડાદાયક લક્ષણો અનુભવાય છે. BA.5નું સૌથી ખરાબ લક્ષણ ગળામાં દુખાવો છે.

યુનિવર્સિટી ઓફ કોલોરાડોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિયન્ટના અન્ય પેટા વેરિયન્ટની જેમ BA.5 સબ-વેરિયન્ટ પણ ઉપરના શ્વસન માર્ગને અસર કરે છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગળામાં દુખાવો અને નાક બંધ થવું એ સંકેત છે કે વાયરસ છે.

ગળામાં દુખાવો અને નાક બંધ થવા ઉપરાંત, જો શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તમે કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકો છો અને તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ પછી, કોરોના ટેસ્ટ કરાવો અને નેગેટિવ રિપોર્ટ ન આવે ત્યાં સુધી સ્વયંને બધાથી અલગ રાખો. આ સાથે ઘરે બનાવેલો ખોરાક ખાઓ અને પોતાને હાઈડ્રેટ રાખો. મીઠાના પાણીના કોગળા કરવાથી, હુંફાળું પાણી અને મધની ચા પીવાથી પણ રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp