ચીનમાં દર અઠવાડિયે આવશે કોરોનાના 6.5 કરોડ કેસઃ વૈજ્ઞાનિકનો દાવો

PC: indiatoday.in

કોરોનાની વધતી સ્પીડ ફરી એકવાર દુનિયાને ડરાવવા માંડી છે. ચીનમાં કોરોનાના વધતા મામલાઓએ દુનિયાને વિચારવા પર મજબૂર કરી દીધી છે. ચીનમાં કોરોના વાયરના મામલાઓમાં વધારાએ ફરી એકવાર દુનિયાને ડરાવી દીધી છે. શાંઘાઈમાં હુઆશન હોસ્પિટલમાં સંક્રામક રોગોના કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર ઝાંગ વેનહોંગે કહ્યું છે કે, ચીને વહેલામાં વહેલી તકે કોરોનાને અટકાવવા માટે જરૂરી ઉપાય કરવાના શરૂ કરી દેવા જોઈએ. એપ્રિલ મહિનાથી જ ચીનમાં સતત કોરોના વાયરસના મામલા ઝડપથી આવ્યા છે.

ડૉ. ઝોંગ નાનશને કહ્યું છે કે, જૂનના છેલ્લા મહિનામાં દર અઠવાડિયે આશરે 6.5 કરોડ કોરોના વાયરસના મામલા સામે આવી શકે છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે, મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં દર અઠવાડિયે 4 કરોડ કોરોના વાયરસના મામલા સામે આવી શકે છે. જાણી લો કે, ડૉ. નાનશન એ જ ડૉક્ટર છે, જેમણે વર્ષ 2020માં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે, કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાઈ શકે છે.

ડૉ. ઝાંગ વેનહોંગના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના મામલાઓની ચીનની અર્થવ્યવસ્થા પર વધુ અસર નહીં પડશે. એવામાં ચીને વધુ પડતા પ્રતિબંધો અને લોકડાઉન વિશે ના વિચારવુ જોઈએ. આ મામલામાં ચીન પણ એવુ જ માને છે. ચીનના અધિકારી લોકડાઉનના પક્ષમાં નથી. તેમનું કહેવુ છે કે, ચીન હાલ પોતાની અર્થવ્યવસ્થા અને વધુમાં વધુ રોજગાર ઉપલબ્ધ કરાવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. એવામાં જો તેઓ લોકડાઉન તરફ વધે છે, તો તેમની ઇકોનોમી પર તેની ખરાબ અસર પડી શકે છે.

જાણી લો કે, ચીન કોરોના વાયરસને હજુ સીરિયસ જોખમ નથી માનતું અને લોકોને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોરોના વાયરસના મામલાઓની ગંભીરતા હવે વધુ નથી. આ ઉપરાંત, હાલ જે કોરોનાના મામલા સામે આવી રહ્યા છે, તેના લક્ષણ પણ ખૂબ જ હળવા છે.

એક રિપોર્ટ અનુસાર, ડૉ. ઝાંગ વેનહોંગે કહ્યું- હાલ જે કોરોનાના મામલા સામે આવી રહ્યા છે તેમા યુવાઓમાં વધુ ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યા. તેમનામાં હળવો તાવ અને હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે, કોરોનાના હાલના મામલાઓથી વૃદ્ધો અને એ લોકોને વધુ જોખમ છે, જેમણે કોરોના વેક્સીનનેશનનો પોતાનો ડોઝ હજુ પૂરો નથી કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp