અમદાવાદની આ સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી, 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા

PC: khabarchhe.com

અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. સ્કૂલના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્કૂલે પણ અગમચેતીના પગલા લીધા છે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે. પ્રશાસન પણ આગળ અગમચેતીના પગલાં લઇ રહ્યું છે કોરોનાના લક્ષણો ખૂબ નોર્મલ છે જેથી અત્યારે વિદ્યાર્થી માટે રાહતના સમાચાર છે પરંતુ ચિંતાનો વિષય એ પણ છે કે બાળકો કોરોના પોઝિટિવ થયા છે.

અમદાવાદના NiD ઇન્સ્ટિટયૂટની જેમ જ સ્કૂલોમાં પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી છે. ઝાયડસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવામાં આવ્યું છે ત્યારે કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓનું આજથી જ વેકેશન શરૂ થતું હોવાથી એ રાહતના સમાચાર પણ છે.

વિદ્યાર્થીઓમાં કોરાણા પોઝિટિવ આવતા ફફડાટ બેઠો છે કેમકે કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનો ભય પણ છે કેમ કે આ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનીઓ સંપર્કમાં આવ્યો પણ હોઇ શકે છે. અમદાવાદની અંદર કોરોના ધીમે ધીમે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પહેલા 10આસ પાસ કેસો અમદાવાદના જોવા મળતા હતા. પરંતુ અત્યારે 35થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવે છે. 24 કલાકમાં અમદાવાદ શહેરની અંદર આવતા કેસોમાં વધારો થયો છે. જેથી સંક્રમણની ગતિ થોડી વધી છે તેવું કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp