કોરોનાના આ નવા વેરિયન્ટથી ફરી મંડરાયું જોખમ? વૈજ્ઞાનિકોએ જુઓ શું કહ્યું

PC: livemint.com

કોરોના વાયરસનું જોખમ અત્યાર સુધી આખી દુનિયા પરથી ટળ્યું નથી. તેના નવા નવા વેરિયન્ટ આખી દુનિયામાં ફરીથી ડરનો માહોલ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઇન્ડોનેશિયામાં કોરોના વાયરસનો એક એવો કેસ સામે આવ્યો છે જે પ્રસારની બાબતે ઓમીક્રોનથી અનેક ગણો આગળ છે. આ વેરિયન્ટ અત્યાર સુધી 110 વખત કરતા વધુ મ્યૂટેટ થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, ઇન્ડોનેશિયામાં જોવા મળ્યું કે, આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી વધુ મ્યૂટેડ વેરિયન્ટ છે.

જકાર્તામાં એક દર્દીના સ્વાબથી ડેલ્ટા વેરિયન્ટનો મોરફડ ડેલ્ટા વર્ઝન મળ્યું છે. તે ઓછામાં ઓછો 113 વખત મ્યૂટેટ કરી ચૂક્યો છે. રિસર્ચર્સે જણાવ્યું કે, અત્યાર સુધી સૌથી ખતરનાક કોરોના વેરિયન્ટ થઈ શકે છે. આ વેરિયન્ટનીની તુલનામાં ઓમીક્રોન 50 વખત મ્યૂટેડ થયો છે. તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, અત્યાર સુધી તેના પુરાવા મળ્યા નથી, જેથી તે સમાપ્ત થઈ જશે. આ ખતરનાક વેરિયન્ટને જોતા આખી દુનિયામાં લોકના મનમાં ડર ફેલાઈ ગયો છે. એવામાં સવાલ ઉઠે છે કે શું આ વેરિયન્ટ ઓમીક્રોનની જેમ લોકડાઉન લગાવવાની સંભાવના વધારી શકે છે?

આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેના પ્રસારને લઈને લોકડાઉનની જરૂરિયાત નહીં પડે. જે દર્દીમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. તેમાં કોરોનાના લક્ષણ દેખાય છે. તે એક નવા સંક્રમણથી ઝઝૂમી રહ્યો હતો. તો નવા વાયરસના રેકોર્ડને જુલાઇના પહેલા અઠવાડિયામાં ઇન્ટરનેશનલ ડેટાબેઝમાં અપલોડ કરી દીધો છે. આ નવા વેરિયન્ટથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેને સારા થવામાં લગભગ એક મહિનો સુધી લાગી શકે છે. આ કોરોનાના વેરિયન્ટથી લોકોની ઇમ્યુનિટી ખૂબ નબળી થઈ જાય છે.

તેનાથી વૈજ્ઞાનિક ચિંતિત છે. જો કોઈ એડ્સ કે કેન્સર પીડિત દર્દી આ વેરિયન્ટથી સંક્રમિત થઈ જાય છે. તેની સારવારમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વારવિક યુનિવર્સિટીના વાયરોલૉજિસ્ટ પ્રોફેસર લોરેન્સ યંગે જણાવ્યું કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે નવા શોધવામાં આવેલા સ્ટ્રેનમાં આગળ વધવા અને બીજાઓને સંક્રમિત કરવાની કોઈ ક્ષમતા છે કે નહીં. આ નવા વેરિયન્ટને લઈને બેદરકારી ન રાખવી જોઈએ. તેની બાબતે ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp