કોરોનાના કેસમાં વધારો, નવા વેરિયન્ટના 109 કેસ, જેમાં ગુજરાતમાં સૌથી વધુ

PC: twitter.com

દેશમાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ્ આપેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડના 529 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે. મિનિસ્ટ્રીએ સવારે 8 કલાકે આપેલા આંકડા મુજબ 24 કલાકમાં 3 લોકોના નિધન થયા છે, જેમાં એક દર્દી ગુજરાત અને બે દર્દી કર્ણાટકના હતા. આ ઉપરાંત એક જ દિવસમાં નવા વેરિયન્ટ JN.1ના 40 કેસ જોવા મળ્યા છે, આ સાથે નવા વેરિયન્ટના કુલ કેસ 109 થઈ ગયા છે. સૌથી ગંભીર વાત એ છે કે, નવા વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ સિવાય 34 કેસ કર્ણાટક અને 14 કેસ ગોવામાં જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ 9 કેસ જોવા મળ્યા છે. 6 કેસ કેરળમાં જોવા મળ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોરોના ટેસ્ટ

અમદાવાદમાં કોરોનાના કારણે ભય જોવા મળી રહ્યો છે, કોરોનાની સામે સાવધાની પણ વધારવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે કોરોનાનું પરીક્ષણ શરૂ કર્યું છે. AMC સંચાલિત હૉસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરમાં પરીક્ષણ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. અમદાવાદમાં રોજ કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દઇ દીધી છે, ત્યારે સાવધાની વધારવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાએ ફરી પગ પેસારો કરવાનું શરૂ કર્યું છે, તો ગુજરાતમાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મલી રહ્યો છે. સાથે જ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ ચાલુ કરાયો છે. રાજ્યમાં કોરોના વધતા કેસોને લઈને તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદ અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. અસારવા સિવિલ હૉસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

જૂની સિવિલ હૉસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે. 30 બેડ 1,200 બેડ હૉસ્પિટલમાં તૈયાર કરાયા છે. ઓક્સિજન, વેન્ટિલેટર, ICU, NICU સહિતની તૈયારી કરવામાં આવી છે. બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવધાનીના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટ તેમજ RTPCR ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટને લઇને રાજકોટમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં પણ 140 જેટલા બેડની સુવિધા ભાગરૂપે ઉભી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp