કોરોનાઃ ઇવેન્ટના આયોજનમાં કલાકારો, કેટરિંગ સ્ટાફને બાકાત રાખવા ચેમ્બરની રજૂઆત

PC: Khabarchhe.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે કે અનલોક-5ની ગાઇડ લાઇન તો જાહેર થઇ છે. પરંતું સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર( એસઓપી) નહીં જાહેર થઇ હોવાને કારણે અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે  સુરત આર્ટિસ્ટ હેલ્પ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ મૈસુરીયાએ ચેમ્બરની મુલાકાત લીધી હતી તથા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અનલોક-5 ની ગાઈડલાઈન મુજબ તા. 15 ઓક્‌ટોબર પછી 200થી વધુ વ્યક્તિઓ ભેગા થાય તેવા જાહેર કાર્યક્રમો જેવા કે, લગ્ન–મરણ તથા સત્કાર સમારંભો યોજવા રાજ્ય સરકાર દ્વારા એસ.ઓ.પી. બનાવવા પ્રાવધાન કરેલ હોય, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ એસ.ઓ.પી. જાહેર ન કરવામાં આવી નથી. તો આવા કાર્યક્રમો થકી રોજિંદી આવક મેળવનારા સેલ્ફએમ્પ્લોઈડ પ્રોફેશનલ્સને આર્થિક તંગીમાંથી બહાર કાઢવા યોગ્ય સ્તરે રજૂઆત કરવા વિનંતી કરી હતી. 

ઉપરોક્‌ત વિષય અંગે ચેમ્બર દ્વારા 100 વ્યકિ્‌તથી વધુ વ્યકિ્‌ત સામેલ થાય તેવા જાહેર કાર્યક્રમો યોજવા અંગે એસ.ઓ.પી. બહાર પડાવવા તથા જાહેર કાર્યક્રમોમાં આપેલ પરવાનગીમાં કુલ વ્યક્તિની સંખ્યામાં મનોરંજનકારો, સંગીતકારો, કેટરીંગના સ્ટાફ સભ્યો, એન્કરો જેવા સેલ્ફએમ્પ્લોઈડ પ્રોફેશનલ્સની ગણતરી નહીં કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ઇવેન્ટ્સ ન થવાને કારણે આ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. એટલે સરકાર હવે આ અંગે જેટલું ઝડપથી પગલા લે તેની જરૂરિયાત છે. ગુજરાતની સૌથી મોટી ઇવેન્ટ ગરબામા તો કોઇ ધંધો ન થયો પરંતુ હવે દિવાળી વેકેશનમાં તેમને ફાયદો થાય તેવી જાહેરાત સરકારે કરવી જોઇએ. 

અહીં મહત્વનું એ પણ છે કે સરકાર દ્વારા જો એસઓપી જાહેર ન કરાય તો સ્થાનિક તંત્ર દ્વારા હેરાનગતિ થઇ શકે છે એટલે સરકાર સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડે તે જરૂરી છે. ખાસ કરીને દિવાળી પછી પણ સમગ્ર શિયાળા દરમિયાન ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ મેળાઓ, સેમીનાર અને બીજી ઇવેન્ટસનું આયોજન કરાય છે. એટલે આ સેક્ટરને મંદીમાથી બહાર લાવવા સરકારે સુરક્ષા સાથેની સ્પષ્ટ ગાઇડલાઇન આપવી જરૂરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp