‘ઝડપથી ફેલાતો, ઇમ્યુનિટી..’ કોરોનાના નવા વેરિયન્ટ પર ડૉ. ગુલેરિયાએ આપી આ સલાહ

PC: shiksha.com

દેશમાં કોરોના વાયરસ ફરી એક વખત પગ પેસારો કરવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવધાન રહેવા અને કોરોનાના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. જો કે, આ દરમિયાન AIIMSના પૂર્વ ડિરેક્ટર અને મેદાન્તાના વર્તમાન ચિકિત્સા શિક્ષણ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, નવો કોરોના વેરિયન્ટ JN.1 તેજીથી ઊભરી રહ્યો છે. એ એટલે ફેલાઈ રહ્યો છે કેમ કે તે વધુ સંક્રામક છે અને તે ઇમ્યુનિટીને છેતરવામાં સક્ષમ છે.

સારી વાત એ છે કે ભલે કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ દર્દીઓની હૉસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ નથી અને ન તો મોતોમાં કોઈ વૃદ્ધિ થઈ રહી છે એટલે આ એક માઈલ્ડ વેરિયન્ટ છે. રિપોર્ટ્સ મુજબ કોરોનાના એક્ટિવ કેસ 3,000 થી વધીને 3,420 થઈ ગયા છે. આ આંકડા કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના કેસોમાં થઈ રહેલી વૃદ્ધિ વચ્ચે આવ્યા છે. આ દરમિયાન કોરોનાના વધતા કેસો વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતના લોકોએ વધારે ડરવાની કોઈ જરૂરિયાત નથી. બસ આ વાયરસ પ્રત્યે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સાફ સફાઇ જરૂરી છે. તેનાથી સંક્રમણથી સુરક્ષિત રહી શકાય છે. સ્વાસ્થ્ય વિભાગ અને WHOનું કહેવું છે કે હાલમાં પેનિક થવાની જરૂરિયાત નથી. બસ સાવધાન રહેવાની જરૂરિયાત છે. WHOએ બુધવારે કોરોનાને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ના રૂપમાં વર્ગીકૃત કર્યો છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે ભીડભાડવાળા કે બંધ સ્થળ અને દૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક જરૂર પહેરો.

સોશિયલ ડિસ્ટેન્સિંગને પણ ટેવમાં નાખો. એ જરૂરી પણ છે. કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના દર્દી વધ્યા બાદ કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિભાગે ગુરુવારે એડવાઇઝરીમાં કહ્યું કે, જો સામાન્ય શરદી, ખાસી, તાવ, માથાનો દુઃખાવો અને ગળામાં ખારાશથી પીડિત દર્દી સમય પર ચિકિત્સકિય સલાહ લે તો બીમારીને પ્રભાવી ઢંગે અને તુરંત નિયંત્રિત કરી શકાય છે. જો સંક્રમણના લક્ષણ નજરે પડે છે તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ મુજબ કોરોનાનું પરીક્ષણ કે સારવાર સમય પર કરાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp