અન્ય રાજ્ય કે જિલ્લામાંથી સુરત આવતા સંક્રમણ વઘ્યું, એક જ દિવસમાં નવા 57 કેસ

PC: indiatvnews.com

માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેને લઈને આરોગ્ય વિભાગને ફરી એલર્ટ આપવામાં આવ્યું છે. આ માહોલ વચ્ચે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢ, કેરળમાંથી આવતા લોકોમાંથી સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેરના સાઉથ ઝોનમાંથી ત્રણ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી એક કેસ અરિંહંતનગર પાંડેસરામાંથી છે.

જેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ મહારાષ્ટ્રના ધૂલીયામાંથી સુરત આવી હતી. જ્યારે સાઉથ વેસ્ટના 18 ઝોન પૈકી પાંચ કેસના દર્દી મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે અન્ય જોધપુર, ઉદયપુર, રાયપુરની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે. જે શહેરના આઠવા ઝોનમાં મેધદૂત સોસાયટી, પાર્લેપોઈન્ટ, ગોલ્ડન એવેન્યું, સિટી લાઈટ, સોહમ સોસાયટી અને ભટાર ખાતે વસવાટ કરે છે. વરાછા ઝોન એ ના ત્રણ પોઝિટિવ કેસ પૈકી એક એક રંગઅવધુત સોસાયટી, પૂણા સીમાડા brts રોડ ખાતે છે. જેની ટ્રાવેલ હિસ્ટ્રી સૌરાષ્ટ્રના અમરેલીની છે. સુરત મહાનગર પાલિકા તરફથી આ તમામ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આવી વ્યક્તિઓએ બહાર નીકળવું નહીં. અન્યથા કાયદેસરની કાર્યવાહી થશે. આ સોસાયટી તથા વિસ્તારવાળાઓએ પણ સાવચેતી રાખવાની રહેશે.

પોઝિટિવ કેસ ધરાવતા કેસ પૈકી બહારગામથી આવેલા અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા પોઝિટિવ કેસની સંખ્યા વધારે છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન તથા દેશના અન્ય ભાગમાંથી આવતા વ્યક્તિઓએ પોતાનો ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેની પાસે આ રિપોર્ટ નહીં હોય એને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પલસાણા, સાયણ, જહાંગીરપુરાના ટેસ્ટ સેન્ટર તથા સુરત મહાપાલિકા સંચાલીત ટેસ્ટ સેન્ટર પર જઈ ટેસ્ટ કરાવવાનો રહેશે. તા.24 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરમાં નવા 57 પોઝિટિવ કેસ નોંધાયા છે.

નવા 57 કેસ આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 40372 સુધી પહોંચી છે. મહાનગર પાલિકા તરફથી એક્ટિવ સર્વેલન્સ દરમિયાન 1363 ટીમ તરફથી 553666 લોકોની તપાસ થઈ ચૂકી છે. જ્યારે APX સર્વેમાં કુલ 179734 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp