બ્રિટનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, ઝડપથી ફેલાઇ રહ્યો છે નવો વેરિયન્ટ

PC: cnbc.com

બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું  ઉચક્યું છે. અહીં  એક નવું EG.5.1, જેનું ઉપનામ નામ Eris છે, તેણે આરોગ્ય અધિકારીઓને ચિંતામાં મુકી દીધા છે. EG.5.1 વેરિઅન્ટ Omicron પરથી ઉતરી આવ્યો છે. તે ગયા મહિને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત મળી આવ્યો હતો અને ત્યારથી દરરોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી PTIએ ઈંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ નવો પ્રકાર EG.5.1 પ્રથમ જૂનમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને હવે તે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ અહેવાલ આપ્યો છે કે EG.5.1 નવા સાતમાંથી એક કોવિડ કેસનું કારણ બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને એશિયામાં વધતા કેસોને કારણે UKમાં તેના કેસ વધ્યા પછી 31 જુલાઈએ તેને નવા પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.

UKHSAએ જણાવ્યું હતું કે EG.5.1 વેરિઅન્ટમાંથી અમે જે જોખમનો સામનો કરી શકીએ છીએ તેના સંકેત અમને 3 જુલાઈ, 2023ના રોજ હોરાઇઝન સ્કેનિંગ મળ્યા હતા. ત્યારથી અમે તેની દરેક ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. UK ડેટામાં જીનોમની વધતી જતી સંખ્યા અને તમામ દેશોમાં તેના વધતા દરને કારણે, પાછળથી 31 જુલાઈ 2023 ના રોજ તેને મોનિટરિંગ સિગ્નલથી વેરિઅન્ટ V-23JUL-01 સુધી વધારવામાં આવ્યું. તેના નામકરણથી અમને તેના લક્ષણો અને અસરોના વિગતવાર અભ્યાસમાં મદદ મળી છે.

UKHSA ની રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા નોંધાયેલા 4,396 શ્વાસના નમૂનાઓમાંથી 5.4  ટકા કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા હતા, જે અગાઉના અહેવાલમાં 4,403 માંથી 3.7 ટકા હતા.

UKHSA વેક્સિનેશન વડા ડૉ. મેરી રામસેએ કહ્યું કે અમે આ અઠવાડિયે નોંધાયેલા COVID-19 કેસોમાં વધારો જોઈ રહ્યા છીએ. અમે મોટાભાગના વય જૂથો, ખાસ કરીને વૃદ્ધો માટે હોસ્પિટલની મુલાકાતોમાં થોડો વધારો જોયો છે. જો કે, દર્દીઓને દાખલ કરવાની ઝડપ ઓછી છે અને હાલમાં અમને ICUમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમે દરેક વસ્તુ પર નજીકથી નજર રાખીશું

તેમણે આગળ કહ્યુ કે, નિયમિત અને પુરી રીતે હાથ ધોવાથી તમને  કોવિડ-19 અને અન્ય વાયરસથી બચવામાં મદદ મળશે. જો તમને શ્વાસ સંબંધિત તકલીફ છે તો બીજાથી દુર રહેવાની અમારી સલાહ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટનું મોનિટરિંગ શરૂ કર્યું હતું. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ કહ્યું હતું કે વેક્સીનને કારણે લોકો એકદમ સુરક્ષિત છે, પરંતુ કોઈ પણ દેશે કોરોના સામેની લડાઈ અને તકેદારી ઓછી કરવી જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp