અમે પણ આવું જ કરીશું- UKની વેક્સીન નીતિને લઇ ભારતની ચેતવણી

PC: ndtv.com

ભારતે આજે કહ્યું કે, બ્રિટેન સરકારનું કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો નિર્ણય ભેદભાવયુક્ત છે અને જો આ મામલાને ઉકેલવામાં આવ્યો નહીં તો આ અમારા પારસ્પરિક ઉપાય કરવાના અધિકારની અંદર આવે છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ કહ્યું કે બ્રિટનના આ નિર્ણયથી ત્યાંની યાત્રા કરનારા ભારતીયો પ્રભાવિત થઇ રહ્યા છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું, કોવિશીલ્ડને માન્યતા ન આપવી ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેની યાત્રા કરનારા અમારા નાગકિરોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટનના નવા વિદેશ મંત્રીની સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે અમુક આશ્વાસનો આપવામાં આવ્યા છે કે આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે.

વિદેશ સચિવની આ ટિપ્પણી એ દિવસે આવી છે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય 76મા સત્રમાં બ્રિટિશ વિદેશ મંત્રી લિઝ ટ્રસની સાથે આ મામલે ચર્ચા કરવામાં આવી રહી છે.

ભારતમાં પ્રમુખ રીતે બે કોરોના વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સીન અને કોવિશીલ્ડ. પણ UK દ્વાર બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં ભારતની આ બંને કોરોના વેક્સીનને માન્યતા આપવામાં આવી નથી. જેને લીધે બ્રિટન જનારા લોકોને મોટો ઝટકો લાગ્યો છે.

UK(ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, નોર્ધન આઈલેન્ડ સામેલ) તરફથી નવી ગાઇડલાઇન બહાર પડી છે. જેને 4 ઓક્ટોબરથી લાગૂ કરવાની છે. જેમાં ભારતની બંને કોરોના વેક્સીનને માન્યતા આપવામાં આવી નથી.

હદ તો એ વાતની છે કે કોવિશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે એજ વેક્સીન બ્રિટનમાં એસ્ટ્રાજેનિકા ઓક્સફોર્ડ વેક્સીનના નામે લગાવવામાં આવી રહી છે. તેમ છતાં કોવિશીલ્ડને માન્યતા આપવામાં આવી નથી. બ્રિટને જે નિયમો બનાવ્યા છે જેના અનુસાર, કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી લગાવનારાઓ અનવેક્સિનેટેડ માનવામાં આવશે. ભારતમાં સ્પતનિક વી પણ લગાવવામાં આવી રહી છે પણ લિસ્ટમાં આ વેક્સીનને પણ સામેલ કરવામાં આવી નથી.

બ્રિટનમાં આ વેક્સીનોને માન્યતા

ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોએનટેક, મોડર્ના અને જેનસેન વેક્સીનને માન્યતા આપવામાં આવી છે. આ વેક્સીન ઓસ્ટ્રેલિયા, એંટીગુઓ અને બારબુડા, બારબાડોસ, બહરીન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી આરાબ, સિંગાપુર, સાઉથ કોરિયા અને તાઇવાનના કોઇ પ્રાથમિક સાર્વજિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લગાવવામાં આવી હોવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp