કોરોના કેસ વધતા આ જિલ્લા કલેક્ટરનો 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ બંધ કરવા આદેશ

PC: The Quint.com

કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને ધ્યાને મહારાષ્ટ્રના જાલનાના જિલ્લા ક્લેક્ટરે જિલ્લાની સ્કૂલ્સ, કૉલેજ, કોચિંગ ક્લાસિસ અને માર્કેટને તા.31 માર્ચ સુધઈ બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. આ સાથએ જાલનાના પોલીસ એસ.પી. વી.દેશમુખે પણ તમામ શાકભાજીવાળા, અખબારના વ્યાપારીઓનો રેપીડ એન્ટિજન ટેસ્ટ સમયાંતરે કરાવી લેવા માટેના કડક આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મહાનગર પૂણેમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. અમરાવતી નગર નિગમ અને અચલપુર નગર પરિષદની બોર્ડરમાં તા.22 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 સુધી કર્ફ્યૂ લાગુ કરાયું છે. જે તા.1 માર્ચ સુધી યથાવત રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાન સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ માટે ખાસ મંજૂરી આપવામાં આવી છે. રવિવારે મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી કોરોના વાયરસના કુલ 7000 નવા કેસ નોંધાયા હતા. ત્યાર બાદ તંત્ર એકાએક એલર્ટ થઈ ગયું હતું. મહારાષ્ટ્ર સરકારે અસરકારક પગલું ભરી સોમવારે રાજ્યમાં રાજકીય, ધાર્મિક તથા સામાજિક પ્રવૃતિઓના મેળાવડા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. જેથી કરીને લોકોની કોઈ રીતે ભીડ એકઠી ન થાય. જિલ્લા અમરાવતીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરાયું છે.

મહાનગર પૂણેમાં પણ સ્કૂલ્સ, કૉલેજ અને શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જે રાજ્યમાં કેસ વધી રહ્યા છે ત્યાં કેન્દ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે અને એલર્ટ રહેવા માટે ખાસ સૂચના આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ લોકોને જણાવ્યું કે, રાજકીય ધરણા અને પ્રદર્શનોને કોઈ પ્રકારની મંજૂરી આપવામાં નહીં આવે. જો ભીડ એકઠી થશે તો કોરોનાનું સંક્રમણ ફરી ફેલાશે. કેસ વધશે. મહામારી ફરીથી સક્રિય થઈ રહી છે. આ બીજી લહેર છે કે નહીં એ અંગે આવનારા ટૂંક સમયમાં ખ્યાલ આવશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી છે. જોકે, વધી રહેલા કેસને પગલે ટેસ્ટ વધારી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દિવસ રાત કામ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp