26th January selfie contest

કોરોનાને લઈ આવ્યા સારા સમાચાર, વૈજ્ઞાનિકોએ વિકસિત કરી તેને રોકવાની નવી ટેક્નિક

PC: harvard.edu

કોરોના વાયરસને લઈને રોજેરોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ દુનિયાના મોટાભાગના વૈજ્ઞાનિકો કોરોનાને દૂર કરવા માટે વેક્સીનને જ એકમાત્ર કારગર ઉપાય જણાવી રહ્યા છે. દરમિયાન અમેરિકામાં વૈજ્ઞાનિકોએ એક નવી ટેક્નિક વિકસિત કરી છે, જેના ઉપયોગથી તેઓ કોરોના વાયરસને પોતાની નકલ કરવાથી રોકવામાં સફળ રહ્યા છે. આ નવિ ટેક્નિક એ ખાસ પ્રોટીનને બ્લોક કરે છે, જેના દ્વારા વાયરસ ઈમ્યૂન સિસ્ટમના મહત્ત્વપૂર્ણ હિસ્સાઓને ખરાબ કરી દે છે. તેના પ્રભાવથી વાયરસ પોતાની જ કોપીને પ્રોડ્યૂસ કરવામાં નિષ્ફળ થઈ ગયો. એક્સપર્ટ્સને વિશ્વાસ છે કે, આ નવી સ્ટડી કોવિડ-19 વિરુદ્ધ દવા તૈયાર કરવામાં ખૂબ જ કારગર સાબિત થશે. આ સ્ટડી અમેરિકાના સૈન એન્ટોનિયા સ્થિત યુનિવર્સિટી ઓફ ટેક્સાસના હેલ્થ સાયન્સ સેન્ટરના શોધકર્તાઓએ કરી છે. તેનો શોધપત્ર જર્નલ સાયન્સમાં પણ પ્રકાશિત થયો છે.

વૈજ્ઞાનિકોએ તેના માટે બે અણુઓને વિકસિત કર્યા હતા, જે કોરોના વાયરસ દ્વારા ઉપયોગમાં લેવાતી સીઝર એન્ઝાઈમને રોકે છે. તેને SARS-CoV-2-PLpro કહેવામાં આવે છે. SARS-CoV-2-PLpro વાયરલ અને હ્યુમન પ્રોટીન બંનેના ઈન્ફેક્શનને પ્રોત્સાહન આપે છે. હેલ્થ સાયન્સ સેન્ટરમાં બાયોકેમેસ્ટ્રી અને સ્ટ્રક્ચરલ બાયોલોજીના એસોસિએટ પ્રોફેસર શોન કે ઓલ્સને કહ્યું કે, તે એન્ઝાઈમ ડબલ ઝટકા માટે જવાબદાર હોય છે. તેમણે કહ્યું, આ એન્ઝાઈમ પ્રોટીનના રીલિઝને પ્રોત્સાહિત કરે છે, જેનાથી વાયરસને પોતાની જ નકલ (રેપ્લીકેટ) કરવામાં મદદ મળે છે.

પ્રોફેસર ઓલ્સને જણાવ્યું કે, આ એન્ઝાઈમ સિટોકાઈન્સ અને કેમોકાઈન્સ જેવા એ અણુઓને પણ બાધિત કરે છે, જે ઈમ્યૂન સિસ્ટમને ઈન્ફેક્શન પર અટેક કરવાનું સિગ્નલ આપે છે. પ્રોફેસર ઓલ્સનના જણાવ્યા અનુસાર, SARS-CoV-2-PLpro સામાન્યરીતે યૂબિક્ટિન અને ISG15 હ્યુમન પ્રોટીનને કટ કરે છે. રિપોર્ટ અનુસાર, શોધકર્તાઓએ એવા અવરોધક વિકસિત કર્યા છે, જે SARS-CoV-2-Plproની ગતિવિધિને રોકવામાં ખૂબ જ સક્ષમ છે. તે હ્યુમન સેલ્સના અન્ય મળતા પ્રોટીનની ઓળખ નથી કરતું. પ્રોફેસર ઓલ્સને કહ્યું કે, તે એક નિર્ણાયક પગલું છે. તે અવરોધક માત્ર વાયરલ એન્ઝાઈમને જ રોકે છે. સમાન ફંક્શનવાળા હ્યુમન એન્ઝાઈમ પર તેની કોઈ અસર નથી થતી.

જણાવી દઈએ કે, કોરોના વાયરસથી અત્યારસુધી આખી દુનિયામાં આશરે 4 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ જીવલેણ વાયરસની ચપેટમાં આવવાથી 11 લાખ કરતા પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોનાનો સૌથી વધુ પ્રભાવ ભારત અને અમેરિકા પર જ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp