39 મહિના પછી કોરોના અંગે WHOએ એવી જાહેરાત કરી કે તમે પણ ખુશ થઈ જશો

PC: who.int

આખી દુનિયામાં મોતનું કેર વર્તાવનાર કોરોના વાયરસને લઈને હવે કંઈક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાયરસને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોરોના વાયરસ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી રહ્યો નથી. એટલે કે હવે આ વૈશ્વિક મહામારી નથી. તેને લઈને ઇમરજન્સી કમિટીની 15મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ જેણે આખી દુનિયામાં 6.9 મિલિયન કરતા વધુ લોકોના જીવ લઈ લીધા. તે હવે વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કયું છે કે, કોરોના વાયરસ અત્યારે ઓણ ગ્લોબલ હેલ્થ થ્રેટ બનેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, જ્યારે કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યો હતો, તો ચીનમાં 100 કરતા ઓછા કોરોનાના કેસ આવ્યા હતા અને કોઈનું મોત થયું નહોતું, પરંતુ 3 વર્ષ બાદ મૃત્યુ પામનારા લોકોનો આંકડો વધીને 70 લાખ પહોંચી ગયો, જે રિપોર્ટમાં થયો છે.

તેણે આગળ કહ્યું કે, અમને લાગે છે કે તેમાં લગભગ 2 કરોડ લોકોના જીવ ગયા હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, કોરોના વાયરસ વૈશ્વિક સ્વાસ્થ્ય ઇમરજન્સી સમાપ્ત થઈ ગયો છે. જો કે, તેનો અર્થ એ નથી કે વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમના રૂપમાં કોરોના વાયરસ સમાપ્ત થઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ, મૃત્યુ દર જાન્યુઆરી 2021માં પ્રતિ સપ્તાહ 100,000 કરતા વધુ લોકોના શિખરથી ધીમો થઈ ગયો છે અને 24 એપ્રિલના સપ્તાહમાં 3500 કરતા વધુ થઈ ગયો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોના વાયરસને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીને હટાવવાનો નિર્ણય છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાને જોતા લીધો છે. કોરોના વાયરસની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહ્યા. ઘણા લોકો આ દરમિયાન તણાવ અને ચિંતામાંથી પસાર થયા. તેણે દુનિયાની અર્થવ્યવસ્થાને પણ નષ્ટ કરી દીધી. લેન્સેન્ટના રિપોર્ટ મુજબ, 1 ડિસેમ્બર 2019ના રોજ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 5 દિવસ બાદ પહેલા દર્દીની પત્નીમાં પણ ન્યૂમોનિયા જેવા લક્ષણ દેખાયા હતા અને તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp