ચીનના વુહાનથી ફરી આવી દુનિયાની ચિંતા વધારનારી ખબર

PC: nyt.com

ચીનના જે શહેર વુહાનમાંથી સૌથી પહેલા કોરોના વાયરસ ફેલાયો હતો, ત્યાંથી ફરી ચિંતા વધારનારી ખબર સામે આવી છે. એક નવી સ્ટડીમાં જાણ થઇ છે કે વુહાનના 4 ટકાથી પણ ઓછા લોકોમાં કોરોના વાયરસની એન્ટીબોડી મોજૂદ છે. તેનો અર્થ એ થયો કે વુહાન કોરોનાની ઈમ્યુનિટી હાંસલ કરી શક્યું નહીં.

વુહાનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા. તેને કારણે જ વુહાનને કોરોના વાયરસનું એપિસેન્ટર કહેવામાં આવે છે. કારણ કે કોરોના વાયરસના ઘણાં કેસોમાં કોઈપણ પ્રકારના લક્ષણો દેખાતા નથી, માટે એવું માનવામાં આવે છે કે આધિકારિક દર્દીઓની સરખામણીમાં ઘણી વધારે સંખ્યામાં લોકો વુહાનમાં પણ સંક્રમિત થયા હશે.

પણ જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વુહાનના મોટાભાગના લોકોમાં કોરોનાની ઈમ્યુનિટી જોવામાં આવી નહીં કે પછી તેમનામાં ઈમ્યુનિટી તૈયાર થઇ પણ તો તે ખૂબ જ ઓછી હતી. આ સ્ટડી પછી કોરોના સામે હર્ડ ઈમ્યુનિટીની આશા ફરી એકવાર તૂટત નજર આવી રહી છે.

ચીનની તોંગજી હોસ્પિટલથી જોડાયેલા રિસર્ચર્સે 27 માર્ચથી 26 મેની વચ્ચે વુહાનના 35 હજારથી વધારે લોકોની એન્ટીબોડીની તપાસ કરી, જેમાં પહેલા કોરોનાની પુષ્ટિ થઇ નહોતી. તેમાંથી કોઈનામાં પણ IgM એન્ટીબોડી મળી નહીં. આ એન્ટીબોડી સંક્રમણના તરત બાદ શરીરમાં બને છે. તો ત્યાર પછી બનનારી એન્ટીબોડી વધારે સમય સુધી શરીરમાં રહે છે. લગભગ 3.9 ટકા લોકોમાં આ એન્ટીબોડી જોવા મળી છે.

વુહાન ચીનના હુબેઈ રાજ્યની રાજધાની છે. હુબેઈમાં 68 હજારથી વધારે લોકો કોરોનાના સકંજામાં આવ્યા હતા. અહીંની સ્થિતિ એટલી વધારે ખરાબ થઇ ગઇ હતી કે અસ્થાયી રીતે બે હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. જોકે, ખૂબ જ કડક લોકડાઉન પછી ચીને આ વાયરસ પર કાબૂ મેળવી લીધો હતો. મે મહિનામાં ચીને વુહાનના દરેક લોકોની કોરોના વાયરસ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને 5 વર્ષથી વધારે ઉંમરના દરેક લોકોની તપાસ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp