BJPને મોટો ઝટકો, ભાજપની ટિકિટ પર ચારવારના MLA રહેલા નેતા બીજી પાર્ટી સાથે જોડાયા

PC: indianexpress.com

BJPને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. BJPમાંથી ચારવાર ધારાસભ્ય બનનારા હરશરણ સિંહ બલ્લી શનિવારે AAPમાં સામેલ થઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમને પાર્ટીનું સભ્ય પદ આપ્યું. આ દરમિયાન ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. હરશરણ સિંહ બલ્લી 1993થી 2013 સુધી હરિનગરના ધારાસભ્ય રહ્યા છે અને BJPની મદનલાલ ખુરાનાની સરકારમાં મંત્રી પણ રહ્યા છે.

AAPમાં સામેલ થયા બાદ હરશરણ સિંહ બલ્લીએ કહ્યું કે, હું પ્રભુને પ્રાર્થના કરું છું કે, અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં સફળતા મળે. તેમણે કહ્યું કે, તેમનો વિકાસ, ઈમાનદારી અને કામના આધાર પર વોટ માગવાની રાજનીતિનો હિસ્સો બનવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે, ઘણા લોકો મારી વિધાનસભામાંથી આયા છે અને તમામે પાર્ટી જોઈન કરી.

હરશરણ સિંહ બલ્લીએ કહ્યું કે, દિલ્હીને પોતાની માતા માનીને પૂજનારા દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે શિક્ષણના ક્ષેત્રમાં એક જાદુ કરીને બતાવ્યો અને અમારા બાળકોનું રિઝલ્ટ પ્રાઈવેટ સ્કૂલોના રિઝલ્ટ કરતા સારું કરીને બતાવ્યું.

બલ્લીએ કહ્યું કે, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે જોડાઈને આજે મને ખૂબ જ ખુશી થઈ રહી છે. 20 વર્ષની ઉંમરમાં મેં ચંદ્રશેખરજી અને કિશોરજીની સાથે રાજનીતિની શરૂઆત કરી હતી. તે રાજનીતિ જે સિદ્ધાંતો પર આધારિત હતી. તેમણે મને 1977માં એમસીડીની પહેલી ચૂંટણી લડાવી. દિલ્હીનો પહેલો શીખ મંત્રી બનવાનું સૌભાગ્ય મને મદનલાલ ખુરાનાએ આપ્યું. 20 વર્ષની લાંબી ઉંમર મેં એસેમ્બલીમાં વીતાવી. આજે મને એ વાતની ખુશી છે કે, મને એક એવી વ્યક્તિની સાથે કામ કરવાની તક આપી છે, જે દિલ્હીને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રાજધાની બનાવવાના વિચારમાં વિશ્વાસ ધરાવે છે અને તેના પર કામ કરી રહ્યા છે.

જે યજ્ઞની શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી છે, તેમાં એક નાનકડી આહુતિ મારી પણ નાંખવામાં આવે, હું તે વિચારને તેમની સાથે જોડાયો છું. આ લોકો જે કરી રહ્યા છે તેમાં તેમને સફળતા મળે અને હું પણ આ મહાન કાર્યમાં થોડું યોગદાન આપી શકું એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp