ગુજરાતી લેખક-દિગ્દર્શક પરેશ સવાણીની ગેમ ઓવરથી બૅાલિવુડમાં એન્ટ્રી

PC: facebook.com/Vipcomedian Pawar

ગેમ ઓવર... ટાઇટલથી જ તમને અંદાજ આવી જશે કે ફિલ્મ ક્યા ખેલ પર આધારિત છે. આજની યુવા પેઢી જિંદગીને એક ગેમ તરીકે જુએ છે અને એના દરેક સાહસ યા કાર્ય પૂરૂ થયે ગેમ ઓવર તરીકે પ્રસ્થાપિત કરે છે.

ગેમ ઓવરમાં દરેક પાત્ર એક ખેલાડી છે અને દરેક પોતપોતાની ચાલ ચાલી રહ્યા છે. ગેમની મુખ્ય ખેલાડી સનાયા સાવિત્રી (ગુરલીન ચોપરા) એના જીવનની દરેક પળને એક ગેમ – એક એડવેન્ચર તરીકે લે છે અને એની રમતમાં દરેક ખેલાડી આપોઆપ જોડાતા જાય છે. રમત ત્યારે રોમાંચક બને છે જ્યારે નવા ખેલાડી રંગીન અવસ્થી (રાજેશ શર્મા) અને પાંડુરંગ કદમ (યશપાલ શર્મા) જોડાય છે. એક શેર છે તો બીજો સવાશેર. હવે ગેમ એક એવા રામાંચક મોડ પર આવે છે જ્યાં ખેલાડીની દરેક ચાલ પર ગેમ બીજા લેવલ પર પહોંચી જાય છે અને દરેક ચાલની સાથે અગાઉની ચાલનું સસ્પેન્સ ખુલતું જાય છે. દર્શકને ખ્યાલ પણ નહીં આવે કે ક્યો ખેલાડી કઈ ચાલ ચાલ્યો છે અને કેમ? જ્યારે ગેમ આખરી પડાવમાં પહોંચે છે ત્યારે જાણ થાય છે કે આ ગેમ શું છે અને એનો માસ્ટર પ્લાનર કોણ છે? અને જ્યારે ગેમનો માસ્ટર સ્ટ્રોક મારવામાં આવે છે ત્યારે દરેક કેલાડી ચોંકી ઊઠે છે. ફિલ્મનો દરેક પડાવ ઉત્સુકતા અને રોમાંચ પેદા કરે છે.

ડ્રીમ મશીન, કોનિંગ એન્ટરટેઇન્મેન્ટ અને ડ્રીમ ઇન્ટરનેશનલ બેનર હેઠળ બનેલી ફિલ્મ ગેમ ઓવરના નિર્માતા છે ડી. વાસુ, બ્રિજેશ ઠક્કર અને પરેશ વિનોદરાય સવાણી. ફિલ્મના લેખક-દિગ્દર્શક પણ પરેશ વિનોદરાય સવાણી જ છે. પરેશની કરિયર બાલાજી ટેલિફિલ્મની સુપરહિટ સિરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહુ' થી સિરિયલથી થઈ હતી. ત્યાર બાદ દસ વરસ તેઓ ટેલિવિઝન સિરિયલના લેખક, દિગ્દર્શક અને નિર્માતા તરીકે સંકળાયેલા હતા.

તાજેતરમાં મુંબઈના ધ વ્યુ બેન્ક્વેટમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. લેખક-દિગ્દર્શક અને નિર્માતા તરીકેની પરેશ વિનોદરાય સવાણીની ડેબ્યુ ફિલ્મ મનોરંજનનું કમ્પ્લિટ પેકેજ છે. પરેશ કહે છે કે, મીડિયામાં હંમેશ ચોરી, ફ્રોડ વગેરેના એવા સમાચારો ચમકતા હોય છે જે આપણી સમજની બહારના હોય છે. ગેમ ઓવરઆજની પરિસ્થિતિને રજૂ કરે છે. ફિલ્મ માત્ર ને માત્ર દર્શકોના મનોરંજનના ઉદ્દેશથી જ બનાવાઈ છે. ફિલ્મના નિર્માતા ડી. વાસુ અને બ્રિજેશ ઠક્કરને પૂરો વિશ્વાસ છે કે દિવાળીના શુભ પર્વમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મને દર્શકો વધાવી લેશે. ફિલ્મનું કર્ણપ્રિય સંગીત ગૌરવ એચ. સિંહે તૈયાર કર્યું છે. 13 ઓક્ટોબરે રીલિઝ થઈ રહેલીગેમ ઓવરના ખેલાડીઓ છે યશપાલ શર્મા, રાજેશ શર્મા, રાકેશ બેદી, ગુરલીન ચોપરા, અલી મુગલ, પ્રસાદ શિકરે, અરહામ અબ્બાસી, જીશાન ખાન, ઉમેશ બાજપેયી, ફાલ્ગુની રાજાણી, સાગર કાલે અને પ્રવેશિકા ચૌહાણ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp