આ મંદિરમાં દર્શન કરવાથી કાલસર્પ દોષથી મળે છે છૂટકારો, કાચબાને પનીર ખવડાવવાથી...

PC: hindi.news18.com

ભારત પ્રાચીન, ઐતિહાસિક, ચમત્કારિક અને રહસ્યમય મંદિરોનો દેશ છે. આ મંદિરોના રહસ્યો અને ચમત્કારોના કારણે અહીં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. આમાંના ઘણા મંદિર એવા છે કે જેમાં માત્ર દર્શન કરવાથી જ જીવનની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પંકી સ્થિત નાગેશ્વર મહાદેવનું ધામ આવું જ એક ચમત્કારી મંદિરમાંથી એક છે. આ સાથે આ મંદિરમાં સેંકડો વર્ષ જૂનું એક તળાવ પણ છે. આ તળાવમાં મોટી સંખ્યામાં કાચબાઓ રહે છે જેના કારણે તેને કાચબા તળાવ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં ભોલેનાથના દર્શન કરવા માત્રથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળી જાય છે. અને સાથે જ ત્યાં રહેલા કાચબાઓ પણ તેમની ઈચ્છાઓ પૂરી કરે છે.

આ નાગેશ્વર મંદિર પરિસરમાં બનેલા તળાવની વિશેષતા એ છે કે, જ્યારથી આ તળાવ બનેલું છે, ત્યારથી તેમાં કાચબાઓ જોવા મળે છે. એટલે કે, આ તળાવમાંથી કાચબા ક્યારેય ગાયબ થયા નથી, પરંતુ કાચબા હંમેશા મોટી સંખ્યામાં રહે છે. તેથી જ તેને કાચબા તળાવ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ શિવ મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ મહાદેવની પૂજા ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે, જ્યારે કાચબાની પણ પૂજા કરવામાં આવે અને તેમને ભોજન આપવામાં આવે. એવું માનવામાં આવે છે કે, આ કાચબા જ દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે, આ નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાથી કુંડળીમાં કાલ સર્પ દોષને કારણે થતા કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ શિવ મંદિરમાં દરરોજ સેંકડો ભક્તો દર્શન માટે આવે છે. મંદિરના મહંત દેવી દયાલ પાઠકનું કહેવું છે કે, અહીં ઘણા જિલ્લાઓમાંથી લોકો કાચબાને જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાચબા લોકોની મનોકામના પણ પૂર્ણ કરે છે. કાચબાને જોવાની સાથે લોકો શિવ મંદિરના દર્શન પણ કરે છે.

આ શિવ મંદિરમાં આવતા ભક્તો કાચબાઓને ભોજન આપવાનું ભૂલતા નથી. ભગવાન શિવની પૂજા કર્યા પછી, લોકો કાચબાની પણ પૂજા કરે છે અને પછી તેમને રોટલી, પનીર અને લોટ ખવડાવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આ કાચબા લોકોની મનોકામના પૂર્ણ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Khabarchhe.com તેની પુષ્ટિ કરતું નથી.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp