19 વર્ષ પછી શ્રાવણ પર બન્યો ખાસ સંયોગ, જાણો કેવી રીતે દૂર થશે દુઃખ
દર વર્ષે શ્રાવણ મહિનામાં સમગ્ર વાતાવરણ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. આ મહિનામાં ભગવાન ભોલેશંકરના મંદિરમાં ભક્તોનો ધસારો રહે છે. સાથે જ આ મહિનો ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. વર્ષના 12 મહિનામાં શ્રાવણ મહિનાનું મહત્વ ઘણું છે. હિંદુ પંચાંગ અનુસાર આ સમય શિવની પૂજાનો સમય માનવામાં આવે છે. આ વર્ષના શ્રાવણ વિશે ખાસ વાત એ છે કે 19 વર્ષ પછી એક શુભ સંયોગ બન્યો છે. આ વર્ષે શ્રાવણ 59 દિવસ હશે, જ્યારે સામાન્ય રીતે શ્રાવણનો એક જ મહિનો હોય છે. અગાઉ આવો સંયોગ વર્ષ 2004માં બન્યો હતો.
પવિત્ર સમય 4 જુલાઈથી શરૂ થશે, જે 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. શ્રાવણમાં અધિક માસ હોવાથી શ્રાવણમાં 8 સોમવાર વ્રત અને 9 મંગળા ગૌરી વ્રત પણ આવશે. આવી સ્થિતિમાં ભક્તોને મહાદેવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે 2 મહિનાનો અવસર મળશે. બીજી તરફ, અધિકમાસ 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.
પ્રયાગરાજના આચાર્ય લક્ષ્મીકાંત શાસ્ત્રીએ જણાવ્યું કે, હિંદુ કેલેન્ડર મુજબ તમામ મહિનાઓમાં શ્રાવણ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ભગવાન ભોલેનાથ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શિવભક્તો આખા વર્ષ દરમિયાન શ્રાવણ મહિનાની ખુબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. એવી માન્યતા છે કે, શ્રાવણના દરેક સોમવારે શિવલિંગનો રુદ્રાભિષેક અને જલાભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં ખુશીઓ છલકાઈ જાય છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
રાત્રે શિવલિંગની પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર દિશા તરફ રાખવું. જ્યારે, ભગવાન શિવના મંત્રોનો જાપ કરતી વખતે, તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. શિવલિંગને દૂધથી અભિષેક કરો અને તેમને બેલપત્ર, ધતુરા, ભાંગ અવશ્ય અર્પણ કરો. શિવલિંગને હંમેશા ખુલ્લી અને હવા ઉજાશવાળી જગ્યાએ જ રાખો. પૂજા કરતી વખતે ઉત્તર દિશામાં ન બેસવું. પૂજામાં તલના તેલનો ઉપયોગ કરો. મંત્રોચ્ચાર કરતી વખતે સોપારી, પંચ અમૃત, નારિયેળ અને બીલીપત્ર ચઢાવો. જો તમે ઉપવાસ કરતા હોવ તો શ્રાવણ વ્રતની કથાનું વાંચન કરો, અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો. સાંજે પૂજા પૂરી થયા પછી પારણા કરો અને સામાન્ય ભોજન કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp