23 કે 24? ક્યારે છે હનુમાન જયંતી? જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

PC: wallpapers.com

દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાએ હનુમાન જયંતીનો તહેવાર મનાવવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે હનુમાનજી આજે પણ સશરીર ધરતી પર ઉપસ્થિત છે, એટલે તેને હનુમાન જન્મોત્સવ કહેવું પણ ખોટું નહીં હોય. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી જ દુઃખ, સંકટ, ભૂત, પિશાચ કોસો દૂર ભાગી જાય છે. ત્યારે તો તુલસીદાસે હનુમાનજીને લઈને લખ્યું છે કે સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા.' તેનો અર્થ છે કે હનુમાનજીમાં દરેક પ્રકારના કષ્ટ, તાપને દૂર કરવાની ક્ષમતા છે. આવો જાણીએ આ વખત હનુમાન જયંતી કયા દિવસે મનાવવામાં આવશે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત અને વિધિ શું છે.

ક્યારે છે હનુમાન જયંતી?

હિન્દુ પંચાંગ મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3 વાગીને 25 મિનિટ પર આરંભ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ એટલે કે આગામી દિવસે સવારે 5 વાગીને 18 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં હનુમાન જયંતીનો તહેવાર 23 એપ્રિલના દિવસે મંગળવારે જ મનાવવામાં આવશે. હનુમાન જયંતી જ્યારે મંગળવાર કે શનિવારના દિવસે પડે છે તો તેનું મહત્ત્વ હજુ વધી જાય છે.

હનુમાન જયંતીનું શુભ મુહૂર્ત:

હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજાના 2 શુભ મુહૂર્ત રહેવાના છે. પહેલું શુભ મુહૂર્ત સવારના સમયે રહેશે, જ્યારે બીજું મુહૂર્ત રાત્રિકાળ દરમિયાન રહેશે.

પહેલું શુભ મુહૂર્ત: 23 એપ્રિલ સવારે 9 વાગીને 3 મિનિટથી બપોરે 1 વગીને 58 મિનિટ સુધી

બીજું શુભ મુહૂર્ત: 23 એપ્રિલની રાત્રે 8 વાગીને 14 મિનિટથી લઈને રાત્રે 9 વાગીને 35 મિનિટ સુધી

હનુમાન જયંતીની પૂજન વિધિ

હનુમાન જયંતી પર સવારે સ્નાન વગેરે બાદ બજરંગબલીની પૂજાનો સંકલ્પ લો. હનુમાનજીની પૂજા અબૂઝ મુહૂર્ત જોઈને કરો. સૌથી પહેલા ઉત્તર-પૂર્વ દિશામાં ચોકી પર લાલ કપડું પાથરો. હનુમાનજી સાથે શ્રીરામજીના ચિત્રની સ્થાપના કરો. હનુમાનજીને લાલ અને રામજીને પીળા ફૂલ અર્પણ કરો. લાડુ સાથે સાથે તુલસી દળ પણ અર્પિત કરો. પહેલા શ્રીરામનો મંત્ર ઉં રામ રામાય નમઃ નો જાપ કરો. પછી હનુમાનજીના મંત્રી ઉં હનુમતે નમઃ નો જાપ કરો.

ઉપાય:

વડના ઝાડનું એક પાંદડું લો અને તેને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ પાંદડાને ભગવાન હનુમાન સામે રાખી દો. પૂજા કરો અને ત્યારબાદ આ પાંદડા પર કેસરથી પ્રભુ શ્રીરામનું નામ લખો. પૂજા સમાપ્ત થયા બાદ આ પાંદડાંને પોતાના પર્સમાં કે પછી પૈસાઓની જગ્યાએ રાખી દો. એમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp