પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

PC: newindianexpress.com

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.

શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.

મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.

હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!

સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!

ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.

તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.

અગત્યનું:

સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.

હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.

જય જય સીયારામ 🙏

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp