કાશીના આ કુંડ પર શ્રાદ્ધ કરતા જ પિતૃઓ માટે ખુલી જાય છે મુક્તિના દ્વાર

PC: tv9hindi.com

હિંદુ ધર્મમાં પિતૃની પૂજાને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને આ પૂજા માટે દર વર્ષે અશ્વિન માસમાં પિતૃપક્ષના 15 દિવસ ખૂબ જ વધારે અગત્યના માનવામાં આવે છે. પંચાગ અનુસાર, આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર 2023 શુક્રવારથી લઇ 14 ઓક્ટોબર 2023 શનિવાર સુધી રહેશે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ માટે ભારતમાં ઘણાં તીર્થ છે. પણ કાશી નગરી જેને મોક્ષની નગરી માનવામાં આવે છે, ત્યાં સ્થિત પિશાચ મોચન કુંડનું ખૂબ જ વધારે મહત્વ માનવામાં આવે છે. જાણો આ કુંડનું શું મહત્વ છે અને અહીં કયા પ્રકારે શ્રાદ્ધ કરવામાં આવે છે.

કાશીના આ કુંડ પર શ્રાદ્ધનું મહત્વ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશી કે પછી વારાણસીમાં સ્નાન અને ધ્યાનની સાથે દાન વગેરેનું ઘણું મહત્વ છે. પણ આ પ્રાચીન નગરીમાં પિતૃઓની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. એજ કારણ છે કે દર વર્ષે પિતૃપક્ષ આવતા જ કાશીમાં સ્થિત પિશાચ મોચન કુંડમાં અચાનકથી શ્રાદ્ધ કરનારાઓની ભીડ વધી જાય છે. હિંદુ માન્યતા અનુસાર, કાશીના પિશાચ મોચન કુંડમાં ત્રિપિંડી શ્રાદ્ધ કરાવવાથી ભટકતી આત્માઓને શાંતિ મળી જાય છે. માન્યતા છે કે, અહીં પર કરવામાં આવતા ત્રિપિંડી શ્રાદ્ધથી ભટકતી આત્મા અને પિતૃઓની મુક્તિનો માર્ગ ખુલી જાય છે અને તેઓ વૈકુંઠ ધામ પહોંચી જાય છે.

કોના માટે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

હિંદુ માન્યતાઓ અનુસાર, જે લોકોનું અકાળ મૃત્યુ થઇ જાય છે તેમને મોટે ભાગે મોક્ષની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તેઓ પ્રેત એટલે કે યોનિમાં ભટકતા રહે છે. એવામાં પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ આપીને તેમને મોક્ષ અપાવવા માટે કાશીના પિશાચ મોચન કુંડ પર વિશેષ કરીને ત્રિપુંડી શ્રાદ્ધ કરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ત્રિપિંડી શ્રાદ્ધ માત્ર કાશીના પિશાચ મોચન કુંડ પર કરવામાં આવે છે. જેને કરવા પર પિતૃ આત્માઓ પ્રેત યોનિમાંથી મુક્ત થઇ જાય છે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પૂજાથી મળે છે પિતૃઓને મુક્તિ

હિંદુ માન્યતાઓ અનુસાર, કાશીના પિશાચ મોચન તીર્થ પર એક પીપળાનું વૃક્ષ છે. જેમાં ભટકતી આત્માઓને પીપળાના ઝાડમાં કીલ થોકીને બેસાડવામાં આવે છે. સાથે જ અહીં પર પિતૃઓની પૂજા કરતા સમયે એક સિક્કો પણ મૂકાવવામાં આવે છે જેથી તેઓ દરેક પ્રકારના દેવા અને બાધાઓથી મુક્ત થઇને શ્રીલોક પર પ્રસ્થાન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp