આ વર્ષે રક્ષાબંધન 30 કે 31 ઓગસ્ટે મનાવવાની? લોકોમાં મૂંઝવણ, જાણી લો તારીખ

PC: cnbctv18.com

રક્ષાબંધનના તહેવારની તિથિને લઇને આ વખતે લોકોમાં ઘણી મુંઝવણ છે. લોકોમાં એ વાતની ચર્ચા છે કે આ વખતે રક્ષાબંધન 30મી કે 31 ઓગસ્ટે મનાવવાની? તો તમારું કન્ફ્યુઝન જ્યોતિષવીદોએ દુર કર્યું છે. તેમનું કહેવું છે કે આ વખતે રક્ષાબંધન 30 અન 31 બંને દિવસે મનાવવામાં આવશે. પરંતુ ભદ્રાના પડછાયાને કારણે તમારે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું પડશે. 30 ઓગસ્ટે લગભગ આખો દિવસ ભદ્રાનો પડછાયો રહેશે અને 31 ઓગસ્ટે રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત મર્યાદિત સમય માટે છે. રક્ષાબંધન માટે 2 દિવસ મળેલા છે, પરંતુ સમય ઓછો છે તેનું ધ્યાન રાખજો.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં મનાવવો જોઇએ નહીં. એવું કરવું અશુભ માનવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ 30 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે અને 2 મિનિટ સુધી રહેશે. મતલબ કે 30 ઓગસ્ટે રાત્રે 9 અને 2 મિનિટ પછી રક્ષાબંધન મનાવી શકો છો.31 ઓગસ્ટે માત્ર 7 વાગ્યાથી 5 મિનિટ સુધીનું જ શુભ મુર્હૂત જ છે. એનો મતલબ એ થાય છે કે તમારી પાસે રક્ષાબંધન મનાવવા માટે 30મી રાત્રે 9 વાગ્યેને 2 મિનિટથી 31મીએ સવારે 7 વાગ્યેને 5 મિનિટ સુધીનો જ સમય છે. એટલે ધ્યાન રાખજો કે આ શુભ મુહૂર્તમાં જ રાખડી બંધાવજો.

હિંદુ પંચાગ મુજબ, રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વમાં જ્યાં પણ હિન્દુ ધર્મના લોકો વસે છે ત્યાં આ તહેવાર ભાઈ-બહેન વચ્ચે ઉજવવામાં આવે છે. રાખડીનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે.

ધાર્મિક વિધીના જાણકારોનું કહેવું છે કે જ્યારે તમે તમારા ભાઇને રાખડી બાંધો ત્યારે તમારી પૂજાની થાળીમાં ધૂપ, ઘીનો દીવો હોવો જોઈએ. તેમાં ચંદન રાખો. થાળીમાં તુટેલા ન હોય તેવા ચોખા રાખવા જોઇએ.તમે તમારા ભાઇને જે રાખડી બાંધવાના છો તે પણ એ જ થાળીમાં રાખો અને તેમાં મીઠાઈઓ પણ રાખો. જો તમે તમારા ઘરમાં બાલ ગોપાલ એટલે કે ભગવાન કૃષ્ણની સ્થાપના કરી છે તો રક્ષાબંધનના દિવસે તમારે  બાલ ગોપાલને પણ રાખડી બાંધવી જોઈએ.

આ થાળીમાં એક કળશ, નારિયેળ, સોપારી, ચંદન, ચોખા, દહીં, રાખડી, મિઠાઇ બધું મુક્યા પછી એક ઘીનો દિવો પણ હોવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp