8 મહિના પાણીમાં ડૂબી જાય છે આ મંદિર, વર્ષમાં દર્શન માટે માત્ર 4 મહિના જ ખૂલે છે

PC: youtube.com

મહારાષ્ટ્રના પૂણેમાં ઉપસ્થિત વાઘેશ્વર મંદિર ભક્તો માટે ખૂલી ગયું છે. મોટી સંખ્યામાં ભક્ત ભગવાનના દર્શન કરવા મંદિર પહોંચી રહ્યા છે. આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પવના ડેમની અંદર બન્યું છે. તેનું કારણ મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબી રહે છે અને માત્ર 4 મહિના પાણીથી બહાર રહે છે. આ અનોખા મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી લોકો પહોંચી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, પવના ડેમનું નિર્માણ વર્ષ 1965માં થયું હતું. વર્ષ 1971થી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ત્યારથી આ ઐતિહાસિક મંદિર પાણીમાં ડૂબેલું છે. પવના ડેમના પરિસરમાં બનેલું આ મંદિર ઉનાળામાં 3-4 મહિના પાણી ઓછું થયા બાદ જ નજરે પડે છે. આ વર્ષે માર્ચના અંત સુધીમાં આ મંદિર પાણીથી બહાર આવી ગયું હતું. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં લગભગ 700-800 વર્ષ અગાઉ થયું હતું. સંશોધનકર્તાઓનો દાવો છે કે, મંદિરનું નિર્માણ અગિયારમી સદી સુધી હોવું જોઈએ કેમ કે મંદિર નિર્માણમાં પથ્થર અરસપરસ જોડાયેલા હતા. તેના પર કેટલાક શિલાલેખ પણ મળ્યા છે.

મંદિરનું આખું નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. વર્તમાનમાં આ મંદિરનો માત્ર ખોલ બચ્યું છે. મંદિર જૂનું હોવાના કારણ તેના મોટા ભાગના ભાગ જર્જરિત થઈ ચૂક્યા છે. આસપાસની દીવાલોના નિશાન અત્યારે પણ ઉપસ્થિત છે. સંશોધનકર્તાઓનો દાવો છે. મંદિરનું શિખર નષ્ટ થઈ ગયું છે અને માત્ર સભા ભવન બચેલું છે. આ મંદિરના ચારેય તરફ દરારો આવી ગઈ છે. કહેવામાં આવે છે કે કોંકણ સિંધુદુર્ગ અભિયાનને પૂરું કર્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે વાઘેશ્વરના મંદિરનો પ્રવાસ કર્યો હતો. અત્યારે આ મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે ખૂણાથી ભક્ત આવી રહ્યા છે. આ ઐતિહાસિક મંદિરનું પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દેવભૂમિ કહેવાતા હિમાચલ પ્રદેશમાં પણ એક એવું મંદિર આવેલું છે. અહીં કાંગડા જિલ્લામાં કેટલાક એવા મંદિર છે જે વર્ષના 8 મહિના પાણીમાં ડૂબીને રહે છે. એમ ત્યાં પોંગ ડેમના કારણે થાય છે, જેનું પાણી ચડતું-ઉતરતું રહે છે. પોંગ ડેમના મહારાણા પ્રતાપ સાગર તળાવમાં ડૂબેલા આ મંદિરોને બાથૂ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને બાથૂ કી લડી કહે છે. આ મંદિર 70ના દશકમાં આ ડેમના પાણીમાં ડૂબી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp