કોણ છે મહાદેવ, સદગુરુ પાસે જાણો કેમ ભગવાન શિવ શૂન્યથી પરે છે

PC: ndtv.com

આજે આખા દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી થઇ રહી છે. મહાશિવરાત્રિનો પર્વ ભગવાન શિવને સમર્પિત હોય છે. દર વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ સાથે જ માતા પાર્વતીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાશિવરાત્રિના આ મોકા પર સદગુરુ પાસે જાણો ભગવાન શિવ કોણ છે. સદગુરુનું કહેવું છે કે, મહાદેવ એક એવા દેવ છે કે, જેમનું વર્ણન એક મહાયોગી, ગૃહસ્થ, તપસ્વી, અઘોરી, નર્તક અને કેટલાક અન્ય અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે.

જો કોઇ એક વ્યક્તિમાં આ સૃષ્ટિની દરેક વિશેષતાઓનું જટિલ મિશ્રણ મળે છે તો તે શિવ છે. જો તમે શિવને સ્વીકાર્યા છે તો તમે જીવનથી પરે જઇ શકો છો. સદગુરુએ કહ્યું કે, શિવ પુરાણમાં ભગવાન શિવના ભયાનક અને સુંદર બન્ને રીતના રૂપોનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે આખી દુનિયામાં લોકો જેને પણ દૈવીય કે દિવ્ય માને છે, તેનું વર્ણન હંમેશા સારા રૂપમાં જ કરે છે. પણ જો તમે શિવ પુરાણને આખું વાંચીએ તો તમને ક્યાંય પણ શિવનો ઉલ્લેખ સારા કે ખરાબ તરીકે ન મળશે. તેમનો ઉલ્લેક સુંદરમૂર્તિ તરીકે થયો છે, જેનો મતલબ સૌથી સુંદર છે. પણ તેની સાથે જ શિવથી વધારે ભયાનક પણ કોઇ અન્ય ન હોઇ શકે. એક અઘોરી જ્યારે આ અસ્તિત્વને અપનાવે છે તો પ્રેમના કારણે નથી અપનાવતા, તે એટલું સામાન્ય નથી, પણ જે જીવનને અપનાવે છે. તેઓ પોતાના ભોજન અને મળને એક જ રીતે જોય છે.

જે સૌથી ખરાબ ચિત્રણ સંભવ હોય, તે પણ તેના માટે મળે છે. શિવ વિશે ત્યાં સુધી કહેવાય છે કે, તેઓ પોતાના શરીર પર માનવ મળ લગાવીને ફરે છે. તેમણે કોઇ પણ સરહદ સુધી જઇને દરેક એ કામ કર્યું છે, જેના વિશે કોઇ મનુષ્ય ક્યારેય વિચારી પણ ન શકે. જો કોઇ એક વ્યક્તિમાં આ સૃષ્ટિની દરેક વિશેષતાઓનું જટિલ મિશ્રણ મળે છે તો તે શિવ છે. જો તમે શિવનો સ્વીકાર કર્યો છે તો તમે જીવનથી પરે જઇ શકો છો.

વ્યક્તિના જીવનનો સૌથી મોટો સંઘર્ષ એ પસંદ કરવાની કોશિશ છે કે શું સુંદર છે અને શું કદરુપું, શું સારું છે અને શું ખરાબ? પણ જો તમે દરેક ચીજના આ ભયંકર સંગમ વાળી વ્યક્તિને ફક્ત સ્વીકારી લો છો તો પછી તમને કોઇ સમસ્યા ન રહેશે.

તે સૌથી સુંદર છે તો સૌથી કદરુપા પણ છે. જો તેઓ સૌથી મોટા યોગી તથા તપસ્વી છે તો સૌથી મોટા ગૃહસ્થ પણ છે. તેઓ સૌથી અનુશાસિત પણ છે, સૌથી મોટા નશાકારક પણ છે. તેઓ મહાન નર્તક પણ છે તો પૂર્ણતઃ સ્થિર પણ છે. આ દુનિયામાં દેવતા, દાનવ, રાક્ષસ સહિત દરેક પ્રકારના પ્રાણી તેમની ઉપાસના કરે છે.

શિવ વિશે તમામ ગળે ન ઉતરનારી વાત તથા તથ્યોને તથાકથિત માનવ સભ્યતાએ પોતાની સુવિધાથી હટાવી દીધી છે, પણ તેમનામાં જ શિવનો સાર નિહિત છે. તેમના માટે કંઇ પણ ખરાબ કે અરૂચિકાર નથી. ભગવાન શિવે મૃત શરીર પર બેસીને અઘોરીઓની જેમ સાધના કરી છે. ઘોરનો મતલબ છે ભયંકર. અઘોરીનો મતલબ છે કે જે ભયંકરતાથી પરે હોય. શિવ એક અઘોરી છે, તેઓ ભયંકરતાથી પરે છે. ભયંકરતા તેમને અડકી પણ નથી શકતી.

કોઇ પણ વસ્તુ ઘૃણા નથી પૈદા કરી શકતી. તેઓ દરેક ચીજને તથા દરેક વસ્તુને અપનાવે છે. એવું કોઇ સહાનુભૂતિ, કરૂણા કે ભાવનાઓના કારણે નથી કરતા, જેમ કે તમે વિચારતા હશો. તેઓ સહજ રૂપે આમ કરે છે, કારણ કે, તેઓ જીવનની જેમ છે. જીવન સહજ અપનાવે છે.

સમસ્યા ફક્ત તમારી સાથે છે કે તમે કોને અપનાવો તથા કોને છોડો અ આ સમસ્યા માનસિક સમસ્યા છે, જીવન સાથે જોડાયેલી સમસ્યા નથી. ત્યાં સુધી કે જો તમારા દુશ્મન પણ તમારી બાજુમાં બેઠા છે તો તમારી અંદર જીવનને તેનાથી કોઇ પ્રોબ્લેમ ન હશે. તમારા દુશ્મન જે શ્વાસ છોડે છે, તેને તમે લો છો. તમારા મિત્ર દ્વારા છોડવામાં આવેલો શ્વાસ તમારા દુશ્મ દ્વારા છોડવામાં આવેલા શ્વાસથી સારો નથી હોતો. પ્રોબ્લેમ ફક્ત મનોવૈજ્ઞાનિક સ્તર પર છે. અસ્તિત્વના સ્તર પર જોવા જઇએ તો કોઇ સમસ્યા નથી.

એક અઘોરી ક્યારેય પણ પ્રેમની અવસ્થામાં નથી રહેતા. વિશ્વના આ હિસ્સાની આધ્યાત્મિક પ્રક્કિયાએ ક્યારેય પણ તમને પ્રેમ કરવાનું, દયાળુ કે કરૂણામય હોવાનું નથી શીખવ્યું. અહીં એ ભાવોને આધ્યાત્મિક નહીં, પણ સામાજિક માનવામાં આવે છે. દયાળુ હોવું અને પોતાની આસપાસના લોકોને જોઇને હસવું, પારિવારિક તથા સામાજિક શિષ્ટાચાર છે. એક વ્યક્તિમાં ટલી સમજ તો હોવી જોઇએ, તેથી ત્યાં કોઇએ વિચાર્યું નથી કે આ ચીજો પણ શીખવવી જરૂરી છે.

તેમના માટે જીવતા કે મરેલા શરીરમાં કોઇ અંતર નથી. તેઓ શણગારેલા દેહ અને વ્યક્તિને એક જ ભાવે જોય છે, જેમ કે એક સડેલા શરીરને. તેની સીધી રીત છે કે તેઓ સંપૂર્ણ રીતે જીવન બની જવા માગે છે. તેઓ પોતાની માનસિક સ્થિતિના જાળમાં નથી ફસાવા માગતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp