દિવાળી પર સોન પાપડીથી નફરત કરતા લોકોને સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યો સંદેશ

PC: maharashtratimes.com

દિવાળી મીઠાઈઓ વગર અધૂરી છે. દિવાળીની મીઠાઈઓની જ્યારે પણ ચર્ચા થાય છે, સોન પાપડીનું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. દિવાળી સીઝનમાં આ મીઠાઈનો રાજ માત્ર બજારમાં પણ જ નથી ચાલતો, પણ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે, આને લઈને દરેક દિવાળી પર વિવિધ મીમ બને છે.

રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ આવા જ એક મીમ પર જવાબ આપવાથી પોતાને રોકી શક્યા નથી. આમાં સોન પાપડીની છબીઓથી ભરેલા એક ભારતીય માનચિત્રનો કટ-આઉટ બતાવવામાં આવ્યો હતો. પોસ્ટની સાથે કેપ્શન લખ્યું હતું, ‘નાસા દ્વારા ભારતનો પ્રી-દિવાળી ઉપગ્રહ દૃશ્ય.’ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી રાજ્યસભા સભ્યએ જવાબ આપ્યો, ‘સોન પાપડી મિત્રોથી નફરત કરવાનું બંધ કરો.’

દિવાળી નજીક છે. એટલે જ સોશિયલ મીડિયા પર સોન પાપડી પર મજેદાર રિએકશન સામે આવી રહ્યા છે. એક ટ્વીટર યૂઝરે સંબંધીઓને મોકલવામાં આવી રહેલા મીઠાઈના ડબ્બા પર લખ્યું કે, ‘એક પાયલટ ઓક્ટોબર મહિનામાં દુનિયાનો બીજો સૌથી મોટો યાત્રી છે. સોન પાપડી હજુ પણ પહેલા સ્થાને છે.’ અન્ય એક યૂઝરે ફોટોની સાથે ટ્વીટ કર્યું, જેમાં સોન પાપડીને ‘દિવાળીની સૌથી વધુ અનિચ્છનીય મીઠાઈ’ કહેવામાં આવી છે.

સોન પાપડી પર બનાવવામાં આવ્યા મીમ્સ

પૂજા નામની યૂઝરે ટ્વીટ કર્યું કે, ‘આજે તેને મને સોન પાપડી ઉપનામ આપ્યું, તો શું હું આને પ્રેમની ભાષા સમજવી જોઈએ કે પછી નફરતની ભાષા’

તેમજ, શિશુ નામના એક યૂઝરે અક્ષય કુમારની ફિલ્મ વેલકમના સીનનો ઉપયોગ કરીને સોન પાપડી પર મીમ બનાવ્યો છે. ફિલ્મના સ્ટીલ્સમાં વેલકમના એક્ટર્સને પાર્સલ પાસ કરતા બતાવવામાં આવી રહ્યા છે. આ ખાસ મીમ્સની સાથે, સોશિયલ મીડિયા યૂઝરે મજાકમાં કહ્યું કે, કેવી રીતે લોકો સોન પાપડીથી છુટકારો મેળવવા માટે દિવાળી પર એક-બીજાને મીઠાઈ પાસ કરે છે.

દેશભરમાં સોમવારે દિવાળીની ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ ગોવર્ધન પૂજા અને ભાઈબીજનું આયોજન થશે. શનિવારે ઉજવણી કરવામાં આવેલા ધનતેરસની સાથે દીપોત્સવની શરૂઆત થઇ ગઈ છે. ધનતેરસના અવસરે દેશભરના બજારોમાં ભીડ જોવા મળી છે. આ દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp