દિવાળીના અવસરે રીશિ કપૂર મીડિયા પર ભડક્યા, જુઓ વીડિયો

PC: c.ndtvimg.com

દિવાળીના અવસરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સતત દિવાળી પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે. દરેક બોલિવુડ સ્ટાર્સ ઉજવણી કરી રહ્યા છે. એવામાં રીશિ કપૂરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મીડિયા પર ગુસ્સે થઈ રહ્યો છે. જેમાં રીશિ કપૂર મીડિયા પર ચિલ્લાઈ રહ્યો છે. દિવાળી પાર્ટી દરમ્યાન રીશિ મીડિયાને ખીજવાઈ રહ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અભિનેતા ફોટોગ્રાફર્સને ખીજવાઈ રહ્યો છે અને તેમને શાંત રહેવાનું કહી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

#rishikapoor #neetusingh #diwali2019 #diwalibash @ektaravikapoor #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં અભિનેતા કહી રહ્યો છે, અવાજ નહિ કરો, ચુપ રહો. અમારે અમારી ઈજ્જત રાખવાની છે. લોકોએ નહિ બોલવું જોઈએ કે ફિલ્મવાળા કેટલી ધમાલ કરે છે.

જોકે, જ્યારે બેન્ડવાળા રીશિ કપૂરને પૂછે છે કે, અમે વગાડી શકીએ છે, તો તેના જવાબમાં એક્ટર કહે છે, હાં.. જરૂર. ધંધો છે તમારો. આ વીડિયોમાં રીશિ કપૂર મીડિયાને એ પણ યાદ અપાવી રહ્યો છે કે, તે ઈન્ડસ્ટ્રીના સીનિયર સભ્ય છે. માટે મીડિયાએ તેમની વાત માનવી જોઈએ.

બોલિવુડનો દિગ્ગજ અભિનેતા રીશિ કપૂર હાલમાં જ ન્યૂયોર્કથી ભારત પરત ફર્યો છે. રીશિ કપૂરની સારવાર માટે તેની પત્ની નીતૂ કપૂર પાછલા વર્ષ સપ્ટેમ્બર મહિનાથી ત્યાં તેમની સાથે જ હતી. પણ હવે રીશિ કપૂર સાજો થઈ ગયો છે અને ઘરે પાછા આવી ગયા છે. નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તો રીશિ કપૂર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પણ ઘણો એક્ટિવ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp